ભાવનગર

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં પધારેલ શ્રી સેવાનંદ ધામનાં સંતો શ્રી વિશ્વાનંદમાતાજીની લીધી શુભેચ્છા મુલાકાત

ધાર્મિક સામાજિક પ્રવૃત્તિથી ધમધમતાં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રી સેવાનંદ ધામનાં સંતોની પધરામણી થઈ હતી. દાહોદ જિલ્લામાં કાચલા ઢઢેલા સ્થિત શ્રી બાપુ નરસિંહ સેવાનંદ ધામ દ્વારા છેવાડા વિસ્તારમાં સંસ્કૃતિ અને સંવર્ધન પ્રવૃત્તિ ચાલી રહી છે, જ્યાં શ્રી વિશ્વાનંદ માતાજીની કથાઓનાં આયોજનો પણ થયાં છે. ધાર્મિક સામાજિક પ્રવૃત્તિથી ધમધમતાં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રી સેવાનંદ ધામનાં સંતો શ્રી સેવાનંદગીરીજી મહારાજ અને શ્રી પ્રજ્ઞાનંદ માતાજીની પધરામણી થઈ હતી. આશ્રમમાં શ્રી વિશ્વાનંદમાતાજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને પ્રાસંગિક ધર્મ ચર્ચા થઈ હતી. આશ્રમ પરિવાર દ્વારા સંતોનું અભિવાદન કરાયું હતું.

Related Posts