fbpx
ભાવનગર

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા શ્રી ગોપાલગિરિબાપુની પૂણ્યતિથિ

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા ભક્તિભાવ સાથે શ્રી ગોપાલગિરિબાપુની પૂણ્યતિથિની  ઉજવણી ૧૩૫ ગામોની શૈક્ષણિક સંસ્થાઓમાં બટુક ભોજન સાથે આશ્રમમાં પૂજન વંદના અને પ્રસાદ લાભ જાળિયા મંગળવાર તા.૨૪-૯-૨૦૨૪ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા ભક્તિભાવ સાથે શ્રી ગોપાલગિરિબાપુની પૂણ્યતિથિની ઉજવણી થઈ. આ પ્રસંગે ૧૩૫ ગામોની શૈક્ષણિક સંસ્થાઓમાં બટુક ભોજન સાથે આશ્રમમાં પૂજન વંદના અને પ્રસાદ લાભ આયોજન થઈ ગયું. શ્રી વિશ્વાનંદમાતાજીનાં નેતૃત્વ સાથે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ભાવિક કાર્યકર્તાઓનાં સંકલન સાથે શ્રી ગોપાલગિરિબાપુની પૂણ્યતિથિની ઉજવણી થઈ.  શ્રી શિવકુંજ આશ્રમમાં વિવિધ ધાર્મિક સામાજિક પ્રવૃત્તિ થતી રહે છે. શ્રી ગોપાલગિરિબાપુની પૂણ્ય તિથિ પ્રસંગે અહીંયા શ્રી વિશ્વાનંદમાતાજી અને ભૂદેવો દ્વારા પૂજન વંદના થઈ તથા સૌએ પ્રસાદ લાભ લીધો. આ પ્રસંગે આ પંથકનાં ૧૩૬ ગામોમાં આંગણવાડી, પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓ વગેરે ૪૦૦થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં આ દિવસો દરમિયાન બટુક ભોજન કરાવવામાં આવ્યું. સેવા સંસ્કાર પ્રવૃત્તિથી ધમધમતાં આશ્રમમાં પૂણ્યતિથિ પ્રસંગે લઘુ રુદ્ર અભિષેક ભજન સંકીર્તનમાં સૌ જોડાયાં. અહીંયા ગાયોને નીરણ, કૂતરાને સુખડી ખવરાવવાં અને પીપળા તથા બિલી રોપણ વગેરે આયોજન થયેલ.

Follow Me:

Related Posts