શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે ગુરુપૂર્ણિમા ઉજવાશે
ધાર્મિક અને સામાજિક સાથે વિવિધ પ્રવૃત્તિ કરી રહેલ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે બુધવારે ગુરુપૂર્ણિમા પર્વ ઉજવાશે. શ્રી વિશ્વાનંદમયીદેવીજીના સંકલનથી અહીંયા સવારે ગુરૂપૂજન, ધ્વજારોહણ, આરતી અને લઘુરુદ્ર અભિષેક સાથે મહાપ્રસાદ આયોજન થયેલ છે. જાળિયા, ભાવનગર, અમદાવાદ, સુરત વગેરે સ્થાનોના ભાવિક સેવકો દ્વારા ભાવભક્તિ સાથે આયોજન ગોઠવાયું છે.
Recent Comments