શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા શ્રાવણ માસ આયોજનો
શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક આયોજનોશ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં યજ્ઞ સહિત યોજાશે કાર્યક્રમોજાળિયા બુધવાર તા.૧૬-૮-૨૦૨૩શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક આયોજનો થયા છે. અહીંયા શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં ગુરુવારથી યજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે.
ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓથી ધમધમતા શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં અગાઉના વર્ષોની જેમ આ વર્ષે શ્રાવણ માસ પ્રસંગે મહારુદ્ર અભિષેક, મહારુદ્ર હોમાત્મક તથા ભૈરવ યાગ રાખવામાં આવેલ છે. શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં વિશ્વ કલ્યાણ અર્થે આ ઉપક્રમોના પ્રારંભે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસ ગુરુવારે શ્રી હરદેવગિરિબાપુ, શ્રી કૈલાસગિરિબાપુ, શ્રી મનજીબાપા (બગદાણા) તથા શ્રી હબીબ માડી (નાની બોરું) દીપ પ્રાગટ્યમાં જોડાશે.
શ્રાવણ માસ નિમિત્તે અહીંયા વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક આયોજનો થયા છે. યજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમોમાં પીપળા તથા બિલ્લી વૃક્ષ છોડ અર્પણ વિધિ, સત્સંગ અને પ્રસાદ તેમજ સન્માન અભિવાદન માટે આશ્રમ પરિવાર જાળિયાના ભાવિક કાર્યકર્તાઓ દ્વારા આયોજન થયેલ છે.
Recent Comments