ભાવનગર

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા મહાશિવરાત્રી

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પ્રસંગે પૂજન, પ્રસાદ અને સત્સંગ લાભ શ્રી વિશ્વાનંદ માતાજીનાં સંકલન સાથે ભક્તિભાવ અને ઉત્સાહથી થઈ ઉજવણી જાળિયા શુક્રવાર તા.૮-૩-૨૦૨૪ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પર્વ પ્રસંગે પૂજન, પ્રસાદ અને સત્સંગ લાભ મળ્યો છે. શ્રી વિશ્વાનંદ માતાજીનાં સંકલન સાથે ભક્તિભાવ અને ઉત્સાહથી ઉજવણી થઈ છે. મહાશિવરાત્રી પ્રસંગે જાળિયા સ્થિત શ્રી શિવકુંજ આશ્રમમાં સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં પૂજન આરાધનામાં ભાવિકો ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા. શ્રી વિશ્વાનંદ માતાજી સાથે શ્રી અનંતભાઈ ઠાકર અને ભૂદેવો દ્વારા પાઠાત્મક મહારુદ્ર આયોજન થયું. 

શિવજીના પર્વ મહાશિવરાત્રી પ્રસંગે મંગળવારથી શિવ આરાધના પ્રારંભ થયેલ. અહીંયા શિવજીનાં પૂજન સાથે ગામ ધુમાડા બંધ સાથે સમૂહ પ્રસાદ રાખવામાં આવેલ. શિવજીનાં આ મહિમાવંત પર્વમાં અહીંયા સત્સંગમાં બહેનો ભાવથી જોડાયેલ. શ્રી વિશ્વાનંદ માતાજીનાં સંકલન સાથે આશ્રમ પરિવાર કાર્યકર્તાઓ દ્વારા ગાય માટે ઘાસ અને કૂતરા માટે લાડવા એમ મૂંગા પશુઓ માટે સેવાકાર્ય આયોજન થયેલ છે. જાળિયા ઉપરાંત ભાવનગર પંથક સહિત રાજ્યનાં અન્ય ભાગોમાંથી ભાવિકો ભક્તિભાવ અને ઉત્સાહથી જોડાયા.

Follow Me:

Related Posts