શ્રી શેત્રુંજી ડેમ ઉ,બુ, વિધ્યાલય ખાતે વન્યજીવ સંરક્ષણ સપ્તાહની પુર્ણાહુતી
શ્રી શેત્રુંજી ડેમ ઉ,બુ, વિધ્યાલય ખાતે વન્યજીવ સંરક્ષણ સપ્તાહની જીલ્લા કક્ષાની પુર્ણાહુતી DFO નિશારાજ મેડમનાં અધ્યક્ષસ્થાને ઉજવવામાં આવી. આ પ્રસંગે જી.પં. ઉપ પ્રમુખ ઘનશ્યામભાઈ શિહોરા અને તુલસીભાઈ માંડવીયા એ અતિથી વિશેષ તરીકે હાજરી આપેલ. તા. ૨ ઓક્ટોબર થી શરુ કરી એક સપ્તાહ સુંધી શેત્રુંજીડેમ વિસ્તારમાં આવતી તમામ શાળાઓમાં વન્યજીવો અને પર્યાવરણ ને લગતા કાર્યક્રમો જેવા કે, નિબંધ લેખન, ચિત્રસ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, અને વિવિધ સ્લોગનો સાથે ભવ્ય રીતે કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી. આ પ્રસંગે પ્રથમ નંબરે આવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ વિતરણ પણ કરવામાં આવેલ. જંગલી પ્રાણીઓના વિસ્તારમાં આવતા ગ્રામ વિસ્તારના ગ્રામજનો, સરપંચશ્રીઓ અને વિવિધ મંડળો સાથે બેઠકો કરી જીવસૃષ્ટિ સંરક્ષણની ટીમો બનાવવામાં આવી. ઘનશ્યામભાઈ શિહોરા તથા નિશારાજ મેડમેં પોતાના વક્તવ્યમાં પ્રકૃતિયુક્ત જીવન – વ્રુક્ષ, નદી,ખેતર, પશુ-પક્ષી, જીવ-જંતુ આપણા જીવનમાં કેવી રીતે મહત્વના છે તેની વાતો કરી. શિક્ષણવિદ મનસુખભાઈ ગોસાઈ અને A.C.F ચૌધરી સાહેબનાં વરદહસ્તે ઇનામ વિતરણ કરેલ. તેમજ તમામ બાળકોને અભિનંદન આપી જીવસૃષ્ટિને સહાયક બનવાની હાંકલ કરી હતી. આ પ્રસંગે વનવિભાગના અધિકારીશ્રી બારીયા, ચાવડા સાહેબ અને કેન્દ્રવર્તી શાળાના આચાર્યશ ધવલભાઈ જોષી , ઉ,બુ, વિધ્યાલયનાં નિયામકશ્રી લાલજીભાઈ સોલંકી તેમજ શેત્રુંજી ડેમ આજુબાજુ ગામના ગ્રામજનો અને સરપંચશ્રીઓના વરદ હસ્તે વ્રુક્ષારોપણ કરાવવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન ચાવડાભાઈની ટીમ દ્વારા થયું અને આ સંસ્થાના પ્રીન્ચીપાલ ડો, અરજણભાઈ પરમારએ સંસ્થામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કરવા બદલ સૌનો આભાર વ્યક્ત કરેલ. કાર્યક્રમનું સંચાલન સંજય કત્રોડિયા એ કર્યું હતું.
Recent Comments