તા.૩૧ ઓકટોબરે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે, રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે નોંધનીય કામગીરી કરનારા, લોખંડી પુરુષ તરીકે ખ્યાતનામ સરદાર પટેલના સંકલ્પને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રત્યેની તેમની ફરજોના સ્મરણ સાથે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ, અમરેલી જિલ્લા માહિતી કચેરીના અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓ સહિતનાઓએ લીધા હતા. સરદાર વલ્લભભાઇ પટેલે, દેશના અનેક રજવાડાઓ એક કરી અખંડ ભારતનું નિર્માણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આઝાદીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમણે મહત્વની ફરજ નિભાવી, વર્ષ-૧૯૪૭માં ભારત દેશ આઝાદ થયો હતો. હૈદરાબાદ, જૂનાગઢ સહિતના ૫૦૦ થી વધુ રજવાડાંઓને એક કરવામાં, ભારતસંઘમાં જોડવામાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની કાર્યશૈલી અને ક્ષમતાઓ આજે પણ યાદ કરી ગર્વ થાય છે.
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ – રાષ્ટ્રીય એકતા દિવસ અમરેલી જિલ્લા માહિતી કચેરી ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’શપથ લેવામાં આવ્યા

Recent Comments