પ્રાણ ચિકિત્સા પ્રાણ શક્તિ નું સમૃધ્ધ અને વિશાળ વિજ્ઞાન છે. જે સંપૂર્ણ શરીર વિજ્ઞાન ,મનોવિજ્ઞાન અને પ્રાણ વિજ્ઞાન છે.જેને કોઈ ધર્મ કે સંપ્રદાયનું બંધન નથી. સનાતન સત્ય છે. ૫૦૦૦ વર્ષથી યોગ રૂપી ગંગામાં ઘણા એ ડૂબકી મારી છે. યોગના મુખ્ય બે પ્રકાર છે. (૧) આંતરિક યોગ (૨)બાહ્ય યોગ. બાહ્ય યોગ એટલે પ્રાણાયામ અને કસરત કરી શરીર ને શુદ્ધ કરવા માટે ની પ્રક્રિયા. જ્યારે આંતરિક યોગ માં મનને શાંત કરી પ્રાણશક્તિ સંયમ કરી વધારવાની વાત છે.
સિદ્ધિ યોગ મંડળ આંતરિક યોગ થી પ્રાણ ચિકિત્સા દ્વારા માનસિક અને શારીરિક રોગોનું નિવારણ કરે છે.
પૂ. વીભાકર ભાઈ પંડ્યા એક શુદ્ધ યોગી હતા અને યોગશાસ્ત્રમાં તેમણે ખૂબ જ ખેડાણ કરેલ છે.તેમણે લગભગ ૩૦ વર્ષની તપશ્ચર્યા બાદ જે કંઈ પામ્યા તે સમાજને પાછું વાળવા અને મુમુક્ષોને સહાયરૂપ થવા ‘સિદ્ધિયોગ ‘નું મહાઅભિયાન ૧૯૭૬ માં શરૂ કર્યું. જે દ્વારા ઘણા બધા યોગમાર્ગમાં અટવાયેલા સાધકોને સાચી દિશા બતાવી તા. ૧૬ -૧૦- ૨૦૦૬ ના દિવસે તેમણે સ્વગત દેહતા ત્યાગ કર્યો હતો. તેમની ૬૫ વર્ષની આયુમાં ૫,૦૦૦ વર્ષનું કાર્ય કરી ગયા છે .સંસારમાં રહી અને સાધના કરી શકાય છે તેનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે . આજે પણ સિદ્ધિયોગ પરંપરા એ જ રાહે ચાલી રહી છે. ભલે સ્થૂળ દેહ આપણી સાથે નથી પણ સૂક્ષ્મ રૂપે જિજ્ઞાસુ સાધકોને માર્ગદર્શન પૂરું પાડતા રહે છે. ઓનલાઇન ધ્યાન શિબિર રોજ ચાલુ જ છે. જે પણ સાધક આમાં જોડાવા માંગતા હોય અને પ્રાણ ચિકિત્સા લેવા ઇચ્છતા હોય તેઓ નીચે આપેલી લીંક પર ક્લિક કરવા અનુરોધ કરેલ છે.
દરરોજનો ધ્યાનનો સમય સવારે ૮ઃ૦૦ થી ૮ઃ૩૦ કલાકે અને સાંજે ૮ :૦૦ થી ૮ઃ૩૦ કલાક છે. (નિઃશુલ્ક)
Whatsapp group link – https://chat.whatsapp.com/H328Jg0I9tGCmbZwbIN9kj
Google meet link *- https://meet.google.com/drh-gadk-rsw
Recent Comments