શ્રી સિદ્ધિ વિનાયક ગણેશજી મંદિર ના ચતુર્થ પાટોત્સવ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
રાજુલા ના ભેરાઇ રોડ સ્થિત શ્રી સિદ્ધિ વિનાયક ગણેશજી મંદિર ના પાટોત્સવ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૩૪ લોકોએ રક્તદાન કર્યું હતું. આ તકે રાજુલા ના વિવિધ સમાજ ના આગેવાનો, વેપારીઓ, રાજકીય મહાનુભાવો સહિત ધર્મપ્રેમી જનતા ઉપસ્થિતિ રહ્યા હતા, ઉલ્લેખનીય છે કે આ મંદિર ની મૂર્તિ પ્રતિષ્ઠા વખતે પણ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું, આ કેમ્પ ને સફળ બનાવવા બદલ આયોજક શ્રી સાગર સરવૈયા, શ્રી મહેશભાઈ ઠાકર અને શ્રી પિયુષભાઈ મહેતાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
Recent Comments