અમરેલી

શ્રી સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિ ૧૧ મું મહાસંમેલનની સાવરકુંડલા ખાતે ચાલતો આખરી ઓપની ઝલક

સાવરકુંડલા મુકામે બે દિવસ માટે શ્રી સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિ ૧૧ મું મહાસંમેલનનો થીમ ૧૧માં મહાસંમેલનમાં કંઇક નવું કરીએ, અધૂરા સપના પૂરા કરીએ, શુભસંકલ્પો સાકાર કરીએ, સંગઠન શક્તિનો જયઘોષ કરીએ તેમજ જ્ઞાતિને તેમજ રાષ્ટ્રને ઉચ્ચશિખર પર લઇ જઇએ. સંમેલન શ્રી એકલિંગેજી ઉપવન, કાનજીબાપુની જગ્યાની બાજુમાં સાવરકુંડલા ઇષ્ટદેવતા શ્રી એકલિંગેશ્વર મહાદેવના અનન્ય અનુગ્રહથી હળવા,મળવા અને એકમેકમાં ભળવાના શુભાશયથી આયોજીત રજીસ્ટ્રેશન બપોરે ૧-૦૦ કલાક થી ૬-૦૦ પ્રથમ સત્ર – ઉદ્ઘાટન સત્ર, પ્રાર્થના, સ્વાગત, દીપ પ્રાગટ્ય, પ્રાસંગિક ઉદ્બોધન, પૂર્વપ્રમુખશ્રીઓ, પૂર્વમંત્રીશ્રીઓ તથા પૂર્વ તંત્રીશ્રીઓનું અભિવાદન – ઓજસ્વી વિધાર્થીઓનું અભિવાદન સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં ચમકતા સિતારાઓનું અભિવાદન, વ્યવસાયિકક્ષેત્રે આપણી અસ્મિતાને ઉજાગર કરનાર કર્મઠ જ્ઞાતિજનોનું અભિવાદન – દાતાશ્રીઓનું અભિવાદન, વસ્તીપત્રક વિમોચન, આર્શીવચન, અધ્યક્ષશ્રીનું ઉદ્ઘાટન અને આભાર દર્શન યુવામંચ – સાંજે ૬ થી ૭ ઉદ્ઘાટન, થીમ સોંગ, ડીબેટ, વિશેષ ઉદ્બોધન તેમજ રાત્રે ૯ થી ૧૧ સાંસ્કૃતિક કાર્યક્રમ… તા. ૨૪/૧૨/૨૦૨૩ રવિવાર, મહિલામંચ સવારે ૧૦ થી ૧ દ્વિતીયસત્ર સ્વાગત, આશીવર્ચન, અભિવાદન કાર્યક્રમ, જ્ઞાતિ વ્યવહારો વિશે વિચારણ, નૂતન બંધારણ અંગે વિચારણા સમારોહ અધ્યક્ષ – ગિરીશભાઇ નંદલાલભાઈ વ્યાસ, મુંબઇ શ્રેષ્ઠિવર્ય સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિ, આશીર્વચન પરમ પૂજ્ય સ્વામી શ્રી નિત્યશુદ્ધાનંદ સરસ્વતી મહારાજ ઉદ્ઘાટક – પ્રતાપરાય મગનલાલ ઉપાધ્યાય (પૂજ્ય ભીમદાદા) વિશેષ ઉપસ્થિતી  જયપ્રકાશ પાનેરી પ્રમુખ અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદ, હર્ષદભાઇ પંડયા, મહામંત્રી. અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદ,  બંસીધરભાઇ મહેતા મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ છાત્રાલય, શ્રી નર્મદાશંકર તરવાડી, પૂર્વ મેનેજીંગ ટ્રસ્ટી, શ્રી અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ છાત્રાલય,  નિકુંજભાઈ મહેતા ટ્રસ્ટીશ્રી, અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદ, અતિથિ વિશેષ  મેહુલભાઈ ત્રિવેદી પ્રમુખ નગરપાલિકા, સાવરકુંડલા શ્રી મુકેશભાઈ ત્રિવેદી પ્રમુખશ્રી સમસ્ત બ્રહ્મસમાજ – સાવરકુંડલામાં આ સંમેલન સાવરકુંડલા નિવાસી જનકભાઈ ઉપાધ્યાય પ્રમુખશ્રી તથા જીતુભાઇ વ્યાસ મહામંત્રી, માર્ગદર્શન નીચે મળશે. જનકભાઈ ઉપાધ્યાયએ સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણજ્ઞાતિના પ્રમુખ તરીકે ટુંકાસમયમાં વહિવટ સંભાળીને બંને મહાનુભાવોએ તથા નવી કારોબારીએ ૧૦ વરસ બાદ સંમેલન મળતા જ્ઞાતિમાં હર્ષની લાગણી થયેલ છે. ટુંકા શાસનમાં જ્ઞાતિ માટે જ્ઞાતિના વિકાસ માટે તેમજ જ્ઞાતિજનોને જરૂરીયાત પડે ત્યારે સમયની પરવા કર્યા વિના આમ,દામ,ઠામ આપની હરહંમેશ ઉપયોગી થવાના હેતુથી અત્યાસ સુધી ન થયેલ તેવો ફાળો (દાન) સતત પ્રયત્નોથી ખૂબ જ મોટું દાન જ્ઞાતિ માટે એકઠું કરી આપેલ છે.

પ્રમુખશ્રી જનકભાઇ તથા તેમની કારોબારી ટીમ જ્ઞાતિ કારોબારી ટીમ જ્ઞાતિ સંમેલનોમાં હાલના પ્રવર્તમાન

સમય અનુસાર જ્ઞાતિ માટે અનેક નવી જાહેરાતો, નવું બંધારણ, નવા રીવાજો, જ્ઞાતિમાં શું શું કરવુ જોઇએ.

શું ચાલ રહયું છે તેના વિચારો રજુ કરશે. સંમેલનમાં સંકટ નિવારણ માટે મોટુ ફંડ કરેલ છે. તેમજ હાલ આ જ્ઞાતિ વિધવા સહાય, જરૂરીયાતમંદ તેમજ જ્ઞાતિની ટીમ દ્વારા મેડીકલ સહાય, કુદરતી આપતિ વખતે મદદ, વાવાઝોડુ, વરસાદ, આકસ્મિક સંજોગોમાં આ કારોબારી ટીમ

શકય તેટલી રૂબરૂ તથા આર્થિક મદદ કરે છે તેમજ દરેક જ્ઞાતિજનો પણ મદદ કરે છે.

આ સંમેલનને સફળ બનાવવા જનકભાઈ ઉપાધ્યાય, જીતેન્દ્રભાઇ વ્યાસ, નિલેશભાઇ પંડયા,

નટવરલાલ ત્રિવેદી, બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, કલ્પેશભાઇ મહેતા, અશોકભાઇ વ્યાસ, દિગંત ઉપાધ્યાય,

કારોબારી સદસ્યશ્રીઓ તથા વિભાગીય કાર્યકરશ્રીઓ શ્રી સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિ.

આ ટીમ તેમજ દરેક જ્ઞાતિજનોને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવે છે.

Follow Me:

Related Posts