શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દામનગર ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૯૫.૭૪ % મેળવી સમગ્ર અમરેલી જીલ્લા આગળ
દામનગર શહેર ની શેક્ષણિક સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દામનગર ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૯૫.૭૪ % મેળવી સમગ્ર અમરેલી જીલ્લામાં આગળ પડતું સ્થાન મેળવેલ છે આ પૂ.સંતો, ટ્રસ્ટી મંડળ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રેમી જનતા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામા આવી રહી છે. શાળા કક્ષાએ હિન્ગુ કેવલ હિરેનભાઈ ૯૭.૭૪. પી.આર. સાથે પ્રથમ નંબરે મેળવે છે,ડેરૈયા ફાતિમા રજાકભાઈ ૯૪.૮૨ પી.આર.સાથે દ્વિતીય નંબર મેળવે છે, પટેલ જયકુમાર નરેશભાઈ ૯૪.૦૧ પી.આર.સાથે તૃતીય નંબર મેળવે છે તદ્ ઉપરાંત પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના વડા પૂજ્ય કોઠારી સ્વામી શ્રી ચંદ્રપ્રસાદદાસજી સ્વામી સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વિષ્ણુચરણદાસજી સ્વામી શાસ્ત્રી શ્રી આનંદસ્વરૂપ દાસજી સ્વામી તેમજ શિક્ષક મિત્રો અને સમગ્ર દામનગરની શિક્ષણ પ્રેમી જનતા તરફથી બાળકોને હંમેશ ને માટે પોતાની પ્રગતિ ના શિખરો સર કરતા રહે એવી શુભેચ્છા પાઠવવામાંઆવે છે
Recent Comments