fbpx
ભાવનગર

શ્રી સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી માનવ સેવા ટ્રસ્ટ હોસ્પિટલને ૫૧ લાખ નું દાન અર્પણ કરતા શૈલેષભાઈ પટેલ

ઉમરાળા ના ટીમ્બિ બ્ર.પ.પૂ.સદ્ગુરુદેવ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણા, કૃપા અને આશિર્વાદ થી નિર્માણ થયેલ તેમજ કાર્યરત એવી સંપૂર્ણ વિનામૂલ્યે સેવા પ્રદાન કરતી કેશ કાઉન્ટર વગર ની હોસ્પિટલ શ્રી સ્વામીશ્રી નિર્દોષાનંદજી સરસ્વતીજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી શ્રી સ્વામી શ્રી નિર્દોષાનંદજી સરસ્વતીજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં ચાલતા નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યથી પ્રભાવિત તેમજ અગાઉ પણ વખતોવખત મોટી રકમનું અનુદાન આપનાર શ્રી ભુદરદાસ સેવાનિધી ચેરીટેબલ ટ્રસ્ટ – અમદાવાદ નાં મુખ્ય ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ પટેલ દ્વારા હોસ્પિટલમાં દર્દીના૨ાયણને નિ:શુલ્ક દવાઓ પ્રદાન કરવા માટે રૂા.૫૧,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એકાવન લાખ પુરા નું અનુદાન આપવાની જાહેરાત કરેલ છે.

તેઓશ્રીને પુજયપાદ સદ્ગુરૂદેવ નાં કૃપાપાત્ર સુશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ તેમજ હોસ્પિટલનાં પ્રમુખ-ધનસુખભાઇ દેવાણી અમે મંત્રી-બી.એલ.૨ાજપ૨ા દ્વારા અમદાવાદ મુકામે હોસ્પિટલનાં પ્રણેતા સદ્ગુરૂદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ નાં‘જીવનચરિતામૃત’ ગ્રંથ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવેલ.હોસ્પિટલ ટ્રસ્ટીમંડળે શ્રી ભુદરદાસ સેવાનિધી ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટીમંડળનો અને તેમના પ૨ીવા૨જનોનો હ્રદયપૂર્વકનો આભાર વ્યક્ત કરેલ છે.

Follow Me:

Related Posts