શ્રી હનુમંત જન્મોત્સવના ઉપલક્ષ્યમાં મોરારિબાપુ દ્વારા વિવિધ એવોર્ડ પ્રદાન કરવામાં આવશે
.મોરારિબાપુ પ્રેરિત અનેક વિધ એવોર્ડઝ વિવિધ કળાઓ, ભાષા-સાહિત્ય અને સામાજિક સેવા ક્ષેત્ર અર્પણ થતા રહ્યા છે. એમના એવોર્ડ દ્વારા પણ એ અનુભવાય છે કે તેઓ લોક અને શ્લોકના સમન્વયને દ્રષ્ટિ સમક્ષ રાખતા સંત છે. છેલ્લા ત્રણ વર્ષો…..કોરોના મહામારીના કારણે મુખ્યતવે સાંસ્કૃતિક ક્ષેત્રે જાહેર સમારંભો વિનાના રહ્યા હતા.૨૦૨૨નું વર્ષ પણ તકેદારી રાખવા યોગ્ય વર્ષ છે. તેમ છતાં જાહેર સમારંભોનો સીમિત સંખ્યા સાથે અંશત: પ્રારંભ થયો હોવાથી આ હનુમાન જયંતિએ (તા-૧૬ અપ્રિલ ,૨૦૨૨, શનિવાર)સમય સવારના 9 થી 1વાગ્યા સુધી શ્રી. ચિત્રકૂટધામ-તલગાજરડા ખાતે હનુમંત એવોર્ડ (શાસ્ત્રીય સંગીત ક્ષત્રે), નટરાજ એવોર્ડ (અભિનય ક્ષેત્રે,) વાચસ્પતિ-ભામતી એવોર્ડ (સંસ્કૃત ભાષા-સાહિત્ય) કૈલાસ લલિતકલા એવોર્ડ (ચિત્ર, શિલ્પ અને ફોટોગ્રાફી) સદ્દભાવના સંન્માન (સમાજ સેવા), અવિનાશ વ્યાસ એવોર્ડ (ગુજરાતી સુગમ સંગીત) મળીને કુલ ૪૦ એવોર્ડ અર્પણ થશે. કોરોના ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમમાં માત્ર સિમિત-નિમંત્રિતોની ઉપસ્થિતિ હશે. એવોર્ડ સમાંરભનું જીવંત પ્રસારણ આસ્થા ટી.વી.ચેનલ અને ચિત્રકૂટધામની યુટ્યુબ ચેનલ પરથી થશે. તેમ જયદેવભાઈ માંકડે જણાવ્યું છે.
Recent Comments