શ્રી હાટકેશ મિત્ર મંડળ વલ્લભ વિદ્યાનગર માટે ગૌરવ, પ્રમુખ તરીકે યશેષભાઈ ઓઝા
રાષ્ટ્રીય સેવા સંઘ (R.S.S) આણંદ જિલ્લા ની સામાજિક સદભાવના બેઠક તારીખ ૦૫/૦૯/૨૦૨૧, રવિવાર ના રોજ યોજાયેલ હતી, જેમાં આણંદ જિલ્લા ના વિવિધ જ્ઞાતી ના પ્રમુખ , ઉદ્ધયોગ સાહસિકો ને સમાજ ના ઘડતર માટે ના સૂચનો લેવા માટે આમંત્રિત કરવા માં આવેલ હતા, જેમાં નાગર જ્ઞાતિ (સમગ્ર આણંદ જિલ્લા) માં થી શ્રી હાટકેશ મિત્ર મંડળ વલ્લભ વિદ્યાનગર ની પસંદગી થઈ હતી, આપણાં પ્રમુખ યશેષભાઈ ઓઝા ને નાગર જ્ઞાતિ નું પ્રતિનિધિત્વ કરવા માટે વિશિષ્ઠ આમંત્રણ મળેલ હતું,
પ્રમુખ શ્રી એ આપણાં મંડળ ના વિવિધ કાર્યકમો વિશે માહિતગાર કર્યા હતા, તથા જ્ઞાતિ સિવાય આપણાં મંડળે આર્થિક રીતે નબળા વિધાર્થી ઓ ને નાણાકીય મદદ કરેલ તથા શિયાળા ની રૂતુ માં સરકારી શાળા માં સ્વેટર નું વિતરણ કરેલ જેની માહિતી આપેલ, તથા સમાજ ના ઘડતર માટે ખૂબ જ મહત્વ ના સૂચનો આપેલ હતા , જેને અન્ય વિવિધ જ્ઞાતિઓ ના પ્રમુખો એ સ્વીકાર્યા હતા , જે આપણી જ્ઞાતિ તથા શ્રી હાટકેશ મિત્ર મંડળ વલ્લભ વિદ્યાનગર માટે ગર્વ લેવા જેવી વાત છે, આ સાથે આણંદ જિલ્લા R.S.S ના પ્રમુખ શ્રી એ યશેષભાઈ ઓઝા ને અભિનંદન પાઠવી આપણી જ્ઞાતિ ને કોઈ પણ પ્રકાર ની મદદ કરવા ની ખાતરી આપી હતી, આણંદ જિલ્લા માં આપણાં શ્રી હાટકેશ મિત્ર મંડળ વલ્લભ વિદ્યાનગર ની સહ વિશેષ નોંધ લેવા માં આવી હતી, જે આપણાં સર્વે માટે ગર્વ ની વાત છે.“જય હાટકેશ”
Recent Comments