ભાવનગર

સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો બહોળા પ્રમાણમાં લાભ લેવાં માટે નાગરિકોને જિલ્લા કલેકટરશ્રી દ્વારા અનુરોધ

ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ લોકોને મતદાર જાગૃતિ માટે અનુરોધ કરતાં જણાવ્યું છે કે, જિલ્લામાં હાલમાં જિલ્લામાં સંક્ષિપ્ત મતદારયાદી સુધારણાં કાર્યક્રમ ચાલી રહ્યો છે. આગામી તા.૧૧ મી    સપ્ટેમ્બરના રોજ છેલ્લો મતદાન સુધારણાં નોંધણી રવિવાર છે. આ અગાઉના ૩ રવિવારના રોજ જિલ્લામાં સંક્ષિપ્ત મતદાર યાદી નોંધણીની ઝૂંબેશ ચલાવવામાં આવી છે.

        તા. ૦૧-૧૦-૨૦૨૨ ની સ્થિતિએ જે લોકો ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરે છે તેવાં તમામ યુવાનો પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરાવે તે માટે અપીલ કરતાં તેમણે જણાવ્યું કે, દરેક મતદાન બુથ પર આ રવિવારના રોજ મતદાર નોંધણી માટે બી.એલ.ઓ. ઉપસ્થિત રહેશે. આ છેલ્લી તક છે તેનો લાભ લેવાં માટે તેમણે ખાસ અનુરોધ કર્યો છે.

        વધુમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, આ નોંધણી ઝૂંબેશમાં કોઈપણ લાયકાત ધરાવતા વ્યક્તિ નામ નોંધાયાં વગર ન રહી જાય તેમજ નામ કમી કરાવવા જરૂરી પ્રક્રિયા હાથ ધરી નામ કમી કરાવી પણ શકાશે. ઉપરાંત લગ્નને કારણે ઘરના સરનામામાં ફેરફાર, અટકમાં ફેરફાર સહિતના તમામ ફેરફારો પણ ફોર્મ-૮ ભરીને કરી શકાશે.         આ ઝૂંબેશના છેલ્લાં રવિવારે બાકી રહેલાં તમામ નાગરિકો તેમજ યુવાઓ જોડાઈ પોતાની રાષ્ટ્રીય ફરજ અદા કરે તે માટેની જાહેર અપીલ પણ કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવી છે.

Related Posts