સંગીત ક્ષેત્રે લેવાતી બાળ પ્રતિભા શોધમા ભદ્રાવળ શાળાની ઝળહળતી સિદ્ધિ
તળાજા તાલુકાના ભદ્રાવળ શાળાના વિદ્યાર્થીઓએ ભાવનગર જિલ્લા કક્ષાએ પાંચ કૃતિમાં વિવિધ નંબરો પ્રાપ્ત કર્યા છે. જેમાં ભજનમાં ચોવટીયા જયરાજ જગુભાઈએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ જ્યારે સમુહ ગીતમા ધોરણ 6 થી 8 ની બહેનો બીજો આવેલ.. અને એક પાત્રીય અભિનયમાં વાળા જાનકીબેન જયંતીભાઈ બીજો નંબર મેળવેલ.અને વક્તૃત્વ સ્પર્ધામા સ્પર્ધામાં પીપલ્યા દર્શના જલ્પેશભાઈ બીજો નંબર મેળવેલ. જ્યારે લગ્ન ગીતમાં માયડા ક્રિષ્નાબેન ભાભલુભાઈ ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. ઉપરોક્ત બાળકોને તૈયારી કરાવી જિલ્લા કક્ષાએ પહોંચાડનાર સંગીત શિક્ષક મેવાડા ભરતભાઈ અને સહાયક પંડ્યા વેલજીભાઈ શાળાનું નામ અને બાળકોનું નામ રોશન કરવા બદલ શાળા પરિવાર અને SMC ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.
Recent Comments