સંઘપ્રદેશ દમણ-દીવનો ૬૩ મો મુક્તિ દિવસ ઉજવાયો
પોર્ટુગીઝોની સાડા ચારસો વર્ષની ગુલામીમાંથી સંઘપ્રદેશ દમણ-દીવ ૧૯મી ડિસેમ્બર ૧૯૬૧ ના રોજ આઝાદ થયું હતું સંઘપ્રદેશ દમણ-દીવનો આજે ૬૩ મો મુક્તિ દિવસ ઉજવાઈ રહ્યો છે. પોર્ટુગીઝોની સાડા ચારસો વર્ષની ગુલામીમાંથી સંઘપ્રદેશ દમણ-દીવ આજે ૧૯મી ડિસેમ્બર ૧૯૬૧ ના રોજ આઝાદ થયું હતું. આજે પ્રદેશના ૬૩ માં મુક્તિ દિવસની ઉજવણી નિમિત્તે દમણમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. કલેક્ટરે તિરંગો ફરકાવી પરેડની સલામી ઝીલી હતી. નાનકડા છતાં ફેમસ સંઘ પ્રદેશની મુક્તિનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે.
ગુજરાતના દક્ષિણ છેડા પર વલસાડ જિલ્લાને અડીને આવેલો આ છે સંઘપ્રદેશ દમણ. દરિયા કિનારે આવેલો આ નાનકડો સંઘ પ્રદેશ પોતાની પ્રાકૃતિક સૌંદર્ય અને પ્રદેશ પર્યટન માટે જાણીતો છે. દેશભરમાંથી દર વર્ષે લાખો પર્યટકો દમણ દીવની મુલાકાત લે છે. જાેકે વર્ષ ૧૯૪૭ માં જ્યારે ભારત દેશ આઝાદ થયો, ત્યારે પણ આ નાનકડો સંઘપ્રદેશ દમણ-દીવ ॅર્િંેખ્તેીજી ની કારમી ગુલામી ઝેલી રહ્યો હતો. ત્યાર બાદ ભારતની આઝાદીના ૧૪ વર્ષ બાદ દમણના સ્વાતંત્ર સેનાનીઓ અને ભારતની લશ્કરી કાર્યવાહી બાદ ૧૯મી ડિસેમ્બર ૧૯૬૧ના રોજ દમણ-દીવ આઝાદ થયું હતું અને ભારતમાં વિલિનીકરણ થયું હતું.
ત્યાર બાદ દમણ દીવ ભારતના સંઘ પ્રદેશ બનાનનામાં આવ્યો. કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ પ્રદેશનું સંચાલન થઈ રહ્યું છે. આજે દમણ-દીવનો ૬૩ મો મુક્તિ દિવસ છે. મુક્તિ દિવસની ઉજવણી નિમિત્તે જાહેર કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કલેક્ટર અને રાજકીય અગ્રણીઓએ તિરંગો ફરકાવી સલામી આપી હતી. જાહેર કાર્યક્રમમાં કલેક્ટરે દમણવાસીઓને મુક્ત દિવસની શુભેચ્છા પાઠવી હતી. અને દમણ દીવની આઝાદીનો ઇતિહાસ વાગોળ્યા હતો. મુક્તિ દિવસની ઉજવણીમાં દમણ દીવની આઝાદીની લડતમાં યોગદાન આપનાર પ્રદેશના હયાત સ્વાતંત્ર સેનાનીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પણ દમણ દીવની મુક્તિની ચળવળના સંસ્મરણો તાજા કર્યા હતા.
પોર્ટુગીઝોએ પોતાના શાસન દરમિયાન સ્થાનિક લોકો પર અનેક રીતે અત્યાચારો કરી શોષણ કર્યું હતું. આથી આજે સ્વાતંત્ર સેનાનીઓએ ગુલામીના સમયના માહોલને યાદ કરી આજે પ્રદેશના થઈ રહેલા ચોમેર વિકાસથી સંતોષ વ્યક્ત કર્યો હતો. સ્વતંત્રતા સેનાની બાબુભાઈ રાણા અને મોહનભાઈ હળપતિ આ પ્રસંગે હાજર રહ્યા હતા. આમ પ્રદેશના ૬૩ માં મુક્તિ દિવસની ઉજવણી શાનથી કરાઈ હતી. અનેક જાહેર કાર્યક્રમો યોજાયા હતા. જેમાં પ્રદેશ ના રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે સ્થાનિક લોકો , અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહી પ્રદેશ ના મુક્તિ દિવસ ની શુભેચ્છા પાઠવી હતી.
Recent Comments