મહિલા વિકાસ ગૃહની બહેનો પણ મકરસંક્રાંતિનો પર્વ આનંદ ઉલ્લાસ સાથે માણી શકે તે માટે દર વર્ષની માફર આ વર્ષે પણ દિલીપ સંઘાણી પરિવાર દ્રારા ચીકી, પતંગ, ફીરકી, શેરડી, ખજુરના વિતરણ સાથે મકરસંક્રાંતિ પર્વ ધામધુમથી ઉજવવામા આવેલ હતું. મહિલા વિકાસ ગૃહમા આશ્રીત તમામ બહેનો મકરસંક્રાંતિની ઉજવણીમા સામેલ થયા હતા, સાથોસાથ કડકડથી ઠંડીથી બચવા ગરમ બ્લેકેન્ટનું વિતરણ પણ આ તકે સંઘાણી પરિવાર દ્રારા કરવામા આવેલ.
સંસ્થાના બહેનો સામુહિકતામા સંક્રાંતિઉત્સવ ઉજવી શકે તેવી સુંદર વ્યવસ્થાઓ કરવામા આવી હતી. સંઘાણી પરિવાના વિજય સંઘાણી, યુવા અગ્રણી રમેશ શિંગાળા અને રવિન્દ્ર ચોડવડીયા સહિતના લોકો ઉપસ્થિત રહયા હોવાનું યાદીમા જણાવાયેલ છે.
Recent Comments