અમરેલી

સંઘાણી પરિવાર ના સંસ્કારો પેઢી દર પેઢી ભાઈ મુકેશ સાચવ્યા, પૂજ્ય શાંતાબા અને પૂજ્ય મોરારીબાપુના યાદ કરી ભાઈ મુકેશે તેમનું બાળપણનું સ્વપન સારહી તપોવન આશ્રમ પૂર્ણતા આરે – દિલીપ સંઘાણી

યુવાની એ મોજ મજા માટે હોય તેવી લોકવાયકા અમરેલી ખાતે ખોટી ઠેરી છે કારણ કે, આજે યુવા શકિત લોક કલ્યાણમા અડીખમ ઉભી છે તેમ અમરેલી ખાતે સારહી સંસ્થાના સ્થાપક તપોવન આશ્રમના પ્રણેતા મુકેશ સંઘાણીના ૫૧ મા જન્મ પ્રવેશ ઉજવણીમા બોલતા ભોજલ ધામ ફતેપુરના મહંતશ્રી ભકિતરામ બાપુએ જણાવી આર્શિવચન સાથે શુભકામના પાઠવી હતી. આ તકે ઉપસ્થિત રામ મનોહરદાસ બાપુ અને અધ્યતસ્વરૂપ સ્વામીએ મુકેશ સંઘાણીને આર્શિવચન અને શુભેચ્છા આપતા જણાવેલ કે, જરૂરીયાતમંદ લોકોની સેવામા જીવન ખર્ચનાર મુકેશભાઈ સંઘાણી પરમારથનું કામ માનવધર્મ સાથે બજાવી રહયા છે તે કામને દિવ્ય શકિત મળતી રહેશે તેવા સંત વાકય સાથે બિરદાવી હતી.

આ તકે ખુબજ ભાવુક શબ્દોમા દિલીપ સંઘાણી એ જણાવેલ કે, માનવ સેવાની જયોત ભાઈના હાથમાં સદા જલતી રહે તે જ મારૂ ગૌરવ છે. સંઘાણી પરિવારની સામાજીક ભુમિકામાં અને સામાજીક સેવા કાર્યોમા રામાણી પરિવાર સહિત સૌનો સહયોગ અમોને મળતો રહયો છે તે સૌભાગ્ય કહી શકાય, મુકેશ સંઘાણીની સેવા સૌને આવકારે છે તેમ જણાવી શુભકામના પાઠવી હતી. કાર્યક્રમમા ઉપસ્થિત અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા એ જણાવેલ કે, સાંપ્રત સમય યુવા શકિત આધિન છે, યુવાનો દેશનું ભવિષ્ય છે તેવા સમયે મુકેશ સંઘાણીની આ સેવા જયોત ” સેવા પરમોધર્મ” સુત્રને સાર્થક કરી રહી છે તે અમરેલી જીલ્લા માટેનું ગૌરવ કહેવાય.

અગ્રણી ડોકટર અને પૂર્વ જીલ્લા ભાજપ અધ્યક્ષ ભરતભાઈ કાનાબાર એ જણાવેલ કે, સંઘાણી શબ્દ જ સેવા સાથે સંકળાયેલ છે. કુટુંબ સંસ્કારો થી સ8જ્જ છે સંઘાણી પરિવારની સેવા નાનામા નાના માનવી સુધી પ્રસરેલી છે તેવા સમયે મુકેશ સંઘાણી ના જન્મ દિવસની સેવા કાર્યથી ઉજવણી સરાહનીય છે. યુવાનો જ સમાજને નવો રાહ ચિંધનાર બને છે.

અમરેલીના મેનેજમેન્ટગુરૂ, સહકારી અગ્રણી પી.પી.સોજીત્રાએ જણાવેલ કે, અમરેલી જીલ્લામાં નમુનેદા તપોવન આશ્રમ ની ઈમારત અનેકનો આધાર બની રહશે મુકેશ સંઘાણીની માનવ સેવા અમરેલી જીલ્લાને સતત મળતી રહે તેવી શુભકામના પાઠવી હતી. અમરેલી જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયાએ શુભેચ્છા પાઠવતા જણાવેલ કે, લોકસેવાના કાર્ય માટે સંઘાણી પરિવાર ઉપર દાનમહારાજની કૃપા નિરંતર વરસતી રહે છે અને તેથી જ તેમના હાથે આવા લોકસુવિધાના કાર્યો કરવાનુંસદભાગ્ય સાપડે છે.

મુકેશ સંઘાણી જન્મ દિવસ ઉજવણી સમિતિ દ્રારા આયોજીત કાર્યક્રમોમા અનેક સંસ્થાઓ સહભાગી બની હતી જેમા વિવેકાનંદ યુવક બોર્ડ, રોટરી કલબ ઓફ અમરેલી(સીટી), બજરંગ દળ, નિલકંઠ સેવા ટ્રસ્ટ-જેશીંગપરા, નરેન્દ્ર મદી વિચાર મંચ, બાપા સીતારામ યુવક મંડળ, અમરેલી શહેર યુવા ભાજપ,અમરેલી શહેર ભાજપ પરિવાર, ઈનર વ્હીલ કલબ, શ્રી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ, રામેશ્વર ધુન મંડળ, વેપારી મહામંડળ, લાયન્સ કલબ ઓફ અમરેલી (રોયલ), રોટરી કલબ ઓફ અમરેલી (ગીર), હિંદ યુવા ગૃપ, યુવા શકિત મીત્ર મંડળ, આર્ટ ઓફ લીવીંગ, દ્વારકેશ ગૃપ, રઘુવંશી મીત્ર મંડળ, સરદાર ધામ, સુખનાથ મંદિર ચોક યુવક મંડળ, મહાદેવ ચોક યુવક મંડળ-માણેકપરા, ભાગ્ય લક્ષ્મી ક્રેડીટ સોસાયટી, અમરેલી શહેર યુવા બ્રહમ સમાજ, ખોડલ ધામ મહિલા અમરેલી જીલ્લા સમીતી, નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ, મારૂતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટ, અશ્વમેઘ ગૃપ, સરદાર ધામ, મહાદેવ ગૃપ તથા ગ્રીન ગૃપ, માધવ યુવક મંડળ, લીલીયા ચેમ્બર ઓફકોમર્સ, સહયોગ ગૃપ, કેશરી કલ્બ ઓફ લાઠી, કોળી સમાજ યુવા ગૃપ, બજરંગ ગૃપ ધારી, દામનગર ચેમ્બરઓફ કોમર્સ, શિવા ગૃપ બગસરા, સરદાર યુવા સોશ્યલ ગૃપ તથા યુવા મોરચો બાબરા શહેર, સાઈનાથ યુવકમંડળ, વડીયા ચેમ્બર ઓફ કોમર્સ, શહેર/તાલુકા ભાજપ પરિવાર અને સમસ્ત વે.પારી મંડળ ચલાલા,સહિતની સંસ્થાઓ દ્રારા અમરેલી જીલ્લાના વિવિધ વિસ્તારો ખાંભા -વિજપડી-લીલીયા-રાજુલા-લાઠી -જાફરાબાદ – ધારી – દામનગર – બગસરા- બાબરા-સાવરકુંડલા-વડીયા- ગારીયાધાર-કુકાવાવ- મહુવા અને ચલાલાના સ્લમ વિસ્તારો સહિત અમરેલી શહેરના તમામ વિસ્તારોમા ભોજન, વસ્ત્ર,ગરમ વસ્ત્રો ફુડ પેકેટ -એજયુકેશન કીટ-પોષ્ટિક આહાર – ભોજન ટીફીન સેવા- ડ્રેસ વિતરણ-સ્વેટર વિતરણ-બટુક ભોજન અને સ્નેહ ભોજન વિગેરેનું આયોજન કરવામા આવેલ. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન અને સારહી સંસ્થાનો પરિચય રોહિતભાઈ જીવાણી એ આપેલ આભાર વિધી સુરેશભાઈ શેખવા એ કરી હતી તેમ સંસ્થાની યાદીમા જણાવાયેલ છે.

Related Posts