સંજય લીલા ભણસાલીની હીરામંડીમાં ફરદીન ખાન વલી મોહમ્મદની ભૂમિકા ભજવશે

ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની હીરામંડીનું દમદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. દિગ્દર્શકે પોતાની વેબ સિરીઝમાં એવી દુનિયા બતાવી છે કે દરેક તેને જાેતા જ તેમાં ખોવાઈ જાય છે. સંજય લીલા ભણસાલી આ વેબ સિરીઝથી ર્ં્્ની દુનિયામાં પદાર્પણ કરવા જઈ રહ્યા છે. હીરામંડી દ્વારા ઘણા સ્ટાર્સ કમબેક કરવા જઈ રહ્યા છે. જેમાંથી એક નામ ફરદીન ખાનનું છે. ફરદીન ખાન સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝમાં વલી મોહમ્મદની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. વલી મોહમ્મદની ઝલક જાેવાની સાથે જ એમ કહેવું ખોટું નહીં હોય કે તેનું કમ બેક ખૂબ જ જાેરદાર રહેશે. ૧૪ વર્ષ બાદ ફરદીન ફરી એક વખત પોતાની એક્ટિંગની કૌશલ્ય બતાવવા જઈ રહ્યો છે.
જ્યારે અભિનેતાનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ થયું ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું. લોકો તેનો શાહી અંદાજ ખૂબ પસંદ કરી રહ્યા છે. ૨૦૧૦માં ફરદીન છેલ્લે ફિલ્મ દુલ્હા મિલ ગયામાં જાેવા મળ્યો હતો. ટ્રેલર લોન્ચ દરમિયાન ફરદીને પોતાના કમબેક વિશે ખુલીને વાત કરી હતી. ફરદીને કહ્યું, “મારા માટે આ ઘણો લાંબો ગેપ હતો, લગભગ ૧૪ વર્ષ થઈ ગયા છે. હું આ અદ્ભુત સ્ટાર કાસ્ટ, નેટફ્લિક્સ જેવા પ્લેટફોર્મ અને અલબત્ત સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાની તક માટે ખૂબ જ આભારી છું. “એક્ટર તરીકે સ્ક્રીન પર કમ બેક માટે આનાથી વધુ સારી તકની આશા ન રાખી શકું.” પોતાના પાત્ર વિશે વાત કરતાં ફરદીને કહ્યું કે, ભણસાલી દ્વારા આપવામાં આવેલા પાત્રો ખૂબ જ મજબૂત છે જે અભિનેતાને ભૂમિકામાં ઊંડાણ લાવવા માટે કહે છે. તેણે વધુમાં કહ્યું કે તેના માટે, હીરામંડીમાં સંજય લીલા ભણસાલી સાથે કામ કરવું એ કંઈક એવું છે જે તેણે પહેલાં ક્યારેય કર્યું નથી. સંજય સર અને લાગણીઓ સાથે કામ કરનાર કોઈ નથી. કારણ કે તેમની પાસે તેમની સારી સમજ છે. તે જે ઉંમરે છે, સ્ક્રીન પર કમ બેક કરવા માટે આ તેના માટે યોગ્ય કેરેક્ટર હતું.
Recent Comments