સંજેલી ના એક વિસ્તારમાં અગમ્ય કારણોસર રહેણાંક મકાનોની પાસે આવેલા ઢગલામાં આગ લાગતા આસપાસના લોકોમાં મચી દોડધામ .
સંજેલી ભગત ફળિયા માં આવેલા રહેણાંક વિસ્તારમાં કાચા મકાનોની પાસે આવેલ ઘાસ તેમજ રાડો ના ઢગલામાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી ત્યારે નજીકમાં રહેતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. આગ લાગવાની જગ્યા ની પાસે જ લાઈટના પણ ખાંભલા હતા . જેને લઇને શોર્ટ સર્કિટ કે મોટી ઘટના ના બને તે માટે લાઈટ પણ બંધ કરી દેવામાં આવી હતી. જોતજોતામાં આગે ગરમી તેમજ પવનના કારણે વિકરાળ બની હતી તેમજ આગ ના કારણે રાડ ઘાસ તેમજ સૂકા ઝાડ ના લાકડા બળીને ખાખ થઇ ગયા હતા ત્યારે આગના કારણે આસપાસના ઘરો માં નુકસાન ના થાય તે બાબતને ધ્યાને લઇને તાત્કાલિક ધોરણે નજીકમાં જ રહેતા લોકો દોડ્યા હતા તેમજ નાના છોકરા થી લઈને મોટા સૌ લોકોએ મળી અને પાણીનો છંટકાવ શરૂ કરી દીધો હતો અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો તેમજ ઝાલોદ ખાતે ફાયર વિભાગને પણ આગ બુઝાવવા માટે જાણ કરવામાં આવી હતી ત્યારે ઝાલોદ ખાતે થી પણ આગ બુઝાવવા માટે નો કોલ મળતા ફાયર વિભાગના કર્મચારી વાહન લઈ અને તાત્કાલિક ધોરણે સંજેલી ભગત ફળિયા માં તાત્કાલિક ધોરણે પહોંચ્યા હતા તેમજ પાણીનો છંટકાવ શરૂ કરી દીધો હતો. અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ ઓલ વાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Recent Comments