સંતરાની છાલમાંથી બનાવો આ ટોનર, ચહેરા પર આવશે ગ્લો અને ખીલ થઇ જશે છૂ

વિટામીન સીથી ભરપૂર સંતરા આપણી હેલ્થ અને સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. કોરોના કાળમાં સંતરાના ભાવ ખૂબ જ વધી ગયા હતા. સંતરામાં વિટામીન સી હોવાથી સ્વાસ્થ્ય અને સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરે છે. જો કે બહુ ઓછા લોકો જાણે છે કે સંતરાની છાલ પણ સ્કિન માટે બહુ ઉપયોગી છે. આમ, જો તમે સંતરાની છાલમાંથી આ રીત ટોનર બનાવો છો તો તમારી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. તો જાણો કેવી રીતે બનાવશો ફેશિયલ ટોનર..
સામગ્રી
2 સંતરાની છાલ
3 ગ્લાસ પાણી
એક સ્ટીક તજ
4 થી 5 લવિંગ
8 થી 10 ફુદીનાના પાન
બનાવવાની રીત
- આ પેક બનાવવા માટે સૌ પ્રથમ એક પેન લો અને એમાં સંતરાની છાલ ઉકાળો.
- ત્યારબાદ બાખીની સામગ્રી નાંખીને આ પાણીને બરાબર ઉકળવા દો.
- આ પાણી ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી એનો રંગ બદલાય.
- તો તૈયાર છે તમારું હોમમેડ ટોનર
- હવે આ ટોનરને સ્પ્રે બોટલમાં ભરી લો અને ફ્રિજમાં સ્ટોર કરી લો.
- આ ટોનર રોજ ફેશ વોશ કર્યા પછી લગાવો.
જાણો શું છે આ ટોનરના ફાયદાઓ
- આ ટોનર લગાવવાથી તમારી ડેડ સ્કિન રિમૂવ થાય છે અને સાથે તમારી સ્કિન પર ગ્લો પણ આવે છે.
- તમારી સ્કિન પર બહુ ખીલ થાય છે તો આ ટોનર તમારા માટે સૌથી બેસ્ટ છે. આ ટોનર તમે રોજ લગાવશો તો ચહેરા પરના બધા ખીલ દૂર થઇ જશે અને તમારો ચહેરો ક્લિન થઇ જશે.
- આ ટોનર તમારા ચહેરા પર ફેશિયલ જેવું કામ કરે છે. માટે તમે પણ આ ટોનર રોજ લગાવવાનું રાખો.
Recent Comments