fbpx
અમરેલી

સંતરામપુરમાંથી ૩.૨૯ લાખની નકલી નોટો સાથે ૩ની ધરપકડ

સંતરામપુરના કોળી ગામેથી રૂા.૩.૨૯ લાખની બનાવટી ચલણી નોટો સાથે ૩ શખ્સો ઝડપાયા હતા. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સંતરામપુર તાલુકાના ડોળી ગામની સીમમાં ગરનાળા પાસે ત્રણ માણસો ચલણી ડુપ્લિકેટ નોટોની આપ – લે કરવા માટે ભેગા થનાર છે તેવી બાતમી મહીસાગર એસઓજી પોલીસને મળી હતી. બાતમીના આધારે પો.સ.ઇ કે.સી પારગી તથા એસ.ઓ.જી સ્ટાફે વોચ ગોઠવીને બે બાઇક લઈને આવતાં અજયભાઇ પ્રતાપભકઇ ડામોર, મહેશભાઇ રણછોડભાઇ માલ રહે.ભાણપુર નિશાળ ફળીયુ તા.સિંગવડ જિ.દાહોદ તથા શનાભાઇ મલાભાઇ ચંદાણા રહે.વડા પીપળા તા.સિંગવડ જિ.દાહોદને પકડી પાડ્યા હતા.

તેઓની તપાસ કરતાં તેઓના કબજામાંથી ભારતીય ચલણીની રૂ?.૫૦૦ ના દરની ડુપ્લિકેટ નોટો નંગ -૭૭ કિ.રૂા. ૩૮,૫૦૦ તથા રૂા.૨૦૦ ના દરની ડુપ્લિકેટ નોટો નંગ -૧૪૫૬ કિ.રૂ ૨,૯૧,૨૦૦ મળીને કુલ રૂા.૩,૨૯,૭૦૦ની બનાવટી નોટો પકડી પડી હતી. પકડાયેલા ત્રણે જણાં ચલણી નોટો બનાવટી હોવાનુ પોતે જાણતા હોવા છતાં તેનો ખરી નોટો તરીકે ઉપયોગ કરવાના હેતુથી નોટો રાખતાં પોલીસે ૩ ની અટકાયત કરી હતી. પોલીસે ૩ નંગ મોબાઇલ તથા બે બાઇક મળીને કિ.રૂા .૯૦,૫૦૦ નો મુદ્દામાલ તથા ડુપ્લિકેટ નોટો કુલ રૂા ૩,૨૯,૭૦૦ની મળી કુલ રૂા ૪,૨૦,૨૦૦ નો મુદ્દામાલ કબજે કરાયો હતો. સંતરામપુર પોલીસ મથકમાં ૩ શખ્સો વિરુદ્ધ.પી.કો.કલમ ૪૮૯ ( ક ) ( ખ ) ( ગ ), ૧૧૪ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts