સંતોક. બા મેડિકલ સેન્ટર લાલજી દાદાના વડલા ખાતે જિલ્લા મધ્યસ્થ બેંક લાઠી બ્રાન્ચ દ્વારા ખેડૂત શિબિર યોજાઈ
લાઠી સંતોક બા મેડિકલ સેન્ટર રામકૃષ્ણ ઓડીટોરિયમ હોલ લાલજી દાદા ના વડલા ખાતે અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક દ્વારા ખેડૂત શિબિર યોજાય બ્રાન્ચ મેનેજર રાજુભાઇ રિઝિયા બ્રાન્ચ ઇન્સ્પેકટર અશિષભાઈ ધામત તેમજ નિલેશભાઈ ત્રિવેદી દ્વારા સર્વ ખેડૂતો ને બેંક ની વિવિધ ખેડૂત લક્ષી યોજના થી અવગત કરાયા હતા અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા મળતી સવિશેષ સુવિધા ઓ ધિરાણ થાપણ બચત સહિત અતિ ઉત્તમ સુવિધા ઓથી વિસ્તૃત માહિતી અપાય હતી અમરેલી જિલ્લા મધસ્થ સહકારી બેંક લાઠી દ્વારા ખેડૂત શિબિર માં ગોવિંદભાઈ ધોળકિયા ના નેજા હેઠળ રાકેશભાઈ ધોળકિયા ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ શિબિર માં અશોકભાઈ કથીરીયા કાળુભાઈ ભીકડીયા એ ખેડૂતો ને ઉત્સાહ પૂર્વક ભાગ લેવા પ્રેરિત કરી ખેડૂત શિબિર ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી અને અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મેનેજર શ્રી એવમ કર્મચારી સ્ટાફ દ્વારા ખૂબ મોટી સંખ્યા માં હાજર ખેડૂતો માર્ગદર્શન આપ્યું હતું
Recent Comments