સંતો મહંતોએ અયોધ્યામાં લીધો દર્શન અને રામકથા લાભ
દેહાણ્ય જગ્યાનાં સંતો મહંતોએ અયોધ્યામાં લીધો દર્શન અને રામકથા લાભ શ્રી રામલલા દર્શન અને શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ રામમંદિર’ શ્રવણ ઈશ્વરિયા ગુરુવાર તા.૨૯-૨-૨૦૨૪ (મૂકેશ પંડિત) અયોધ્યાધામમાં દેહાણ્ય જગ્યાનાં સંતો મહંતોએ શ્રી રામજન્મભૂમિ રામલલા દર્શન અને શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા શ્રવણ લાભ લીધો છે.
ભારતવર્ષનાં સનાતન તીર્થ શ્રી અયોધ્યાધામમાં શ્રી રામલલાના દર્શન સાથે શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ રામમંદિર’ ચાલી રહેલ છે જેમાં દેશ વિદેશનાં ભાવિકો ઉમટી રહ્યા છે. અહી આપણી દેહાણ્ય જગ્યાનાં સંતો મહંતો અને મહાનુભાવો જોડાઈ રહ્યા છે.
આપણી સનાતન જગ્યાઓનાં ધર્મગુરુઓ સંતો મહંતો દ્વારા થયેલ આ અયોધ્યા યાત્રામાં શ્રી કણિરામજી મહારાજ (દુધરેજ), શ્રી શિવરામજી સાહેબ (મોરબી), શ્રી દુર્ગાદાસજી મહારાજ (સાયલા), શ્રી લલિતકિશોરશરણજી મહારાજ (લીમડી), શ્રી જગજીવનદાસજી મહારાજ (જૂનાગઢ), શ્રી કેશવાનંદજી મહારાજ (દ્વારકા), શ્રી રાજેન્દ્રદાસજી મહારાજ (તોરણિયા), શ્રી બાબુરામજી મહારાજ (ધોળા), શ્રી નાગરદાસજી મહારાજ (દુધરેજ) સાથે કથાકાર વક્તા શ્રી રામેશ્વરદાસજી હરિયાણીએ શ્રી રામલલાદર્શન લાભ લીધો અને શ્રી રામકથા ‘માનસ રામમંદિર’ શ્રવણ લાભ લઈ ધન્યતા અનુભવી.
Recent Comments