સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વંદે માતરમ્’ ગાન દ્વારકાધામમાં શ્રીમદ્ ભાગવત પ્રારંભ
ભારતવર્ષના ધામ દ્વારકામાં સર્વજનહિતાય વિશ્વશાંતિ અર્થે સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રીમદ્ ભાગવત પ્રારંભ કરાવતા વ્યાસપીઠ પરથી શ્રી વિશ્વાનંદ માતાજીએ કહ્યું કે, દ્વારિકાધીશનું સ્થાન એટલે તીર્થ અને ધામનો સમન્વય છે.દ્વારકાધામમાં શ્રી કાનદાસબાપુ આશ્રમ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પ્રારંભે શ્રી દ્વારકાધીશ નિજમંદિરથી પોથીયાત્રા પ્રારંભ થયો અને સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને ‘વંદે માતરમ્’ ગાન સાથે મંગલાચરણ કરાયું હતું.
કથા પ્રારંભે વ્યાસપીઠ પરથી શ્રી વિશ્વાનંદ માતાજીએ મહાત્મ્ય ટુંક વર્ણન સાથે સ્થાન વંદના કરતા કહ્યું કે દ્વારિકાધીશનું સ્થાન એટલે તીર્થ અને ધામનો સમન્વય છે. અહી સર્વજનહિતાય વિશ્વશાંતિ અર્થે કથામહિમા કરતા જણાવ્યું કે અન્ય સ્થાનમાં ડૂબી જઈએ તો મૃત્યુ થાય, પરંતુ ભાગવત કથામાં ડૂબી જઈએ તો મોક્ષ થઈ જાય.દેવભૂમિ દ્વારકામાં ભાગવત સપ્તાહ પ્રારંભે શ્રી આત્માનંદ સરસ્વતીજી, શ્રી રામબાપુ, શ્રી ઈશ્વરપૂરી માતાજી તથા શ્રી હબીબમાડી દ્વારા પ્રાસંગિક ભાવ વ્યક્ત કરી કથા લાભ એ આપણું સદભાગ્ય ગણાવેલ.
કથામાં શ્રી સુબોધાનંદબાપુ, શ્રી વિજયદાસબાપુ, શ્રી ગોપાલચરણદાસબાપુ, શ્રી ટપુભગત, શ્રી રામજીભાઈ પટેલ, શ્રી શક્તિસિંહ ચુડાસમા સાથે શ્રી જીતેન્દ્રસિંહ ચુડાસમા સહિત મહાનુભાવો અગ્રણીઓ જોડાયા હતા. સંચાલનમાં શ્રી મૂકેશ પંડિત રહ્યા હતા.આચાર્ય શ્રી અનંતરાય ઠાકર, શ્રી મયુરભાઈ ઠાકર, શ્રી જયરાજભાઈ પંડ્યા, શ્રી વિશાલભાઈ જાની તથા શ્રી કપિલભાઈ રાજ્યગુરુ દ્વારા મંત્રગાન પૂજાવિધિમાં રહ્યા છે.
Recent Comments