અમરેલી

સંત સુરા અને ખમીરવંતી વસુંઘરા અમરેલીનાં આંગણે ભવ્યાતિભવ્ય મ્યુઝિકલ ડ્રામા ”વીરાંજલિ” ને સફળ બનાવવા અમરેલી જિલ્લાની જનતાનો ખૂબ ખૂબ આભાર : કૌશીક વેકરીયા, પ્રમુખ જિલ્લા ભાજપ અમરેલી

રમત ગમત યુવા અને સાંસ્કૃતી વિભાગ ગુજરાત સરકાર દ્રારા આયજીત આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વીરાંજલિ મેગા મ્યુઝિકલ ડ્રામા નુ આયોજન અમરેલી શહેરનાં ફોરવર્ડ સ્કૂલનાં ગ્રાઉન્ડમાં વિશાળ જન મેદની વચ્ચે કરવામાં આવ્યું. ગુજરાત રાજયનાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સાંસ્કૃતીક વિભાગનાં મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, વીરાંજલિનાં પ્રણેતા શ્રી પ્રદીપસિંહ વાઘેલા, વીરાંજલિના સર્જક શ્રી સાંઈરામ દવે દ્રારા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશીકભાઈ વેકરીયાની માંગણી થી અમરેલી જિલ્લાની જનતા દેશનાં મહાન શહીદોની અસ્મિતા, સ્વાભિમાન અને ગૌરવ ગાથાની ઝાંખી કરવા નો લાભ મળ્યો.
જેમાં ઈફકોનાં ચેરમેન શ્રી દીલીપભાઈ સંઘાણી, પૂર્વ કૃષિમંત્રી આર.સી.ફળદુ સાહેબ, સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય જે વી કાકડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા, અમરેલી નગરપાલીકા પ્રમુઅ મનીષાબેન રામાણી, જિલ્લા ભાજપનાં સંગઠન પ્રભારી સુરેશભાઈ ગોધાણી, જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ કાબરીયા, ભુપેન્દ્રભાઈ બસીયા, પીઠાભાઈ નકુમ, જિલ્લા કલેકટર ગૌરાંગભાઈ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી દીનેશ ગુરવ, જિલ્લા પોલીસ અધિક્ષક હીમકરસિંહ સાહેબ સહીતનાં સરકારી તંત્રનાં અધિકારીઓ, કર્મચારી ગણ, ભારતીય જનતા પાર્ટીનાં હોદેદારો, વિવિધ સામાજીક સંસ્થાઓનાં આગેવાનો, ડોકટરો, વકીલો,વેપારીઓ, મીડીયા રીર્પોટરો, સ્વયં સેવકોની ઉપસ્થિતી સમગ્ર કાર્યક્રમને ખૂબ જ સફળતા મળી આ તકે અમરેલી જિલ્લાનાં તમામ લોકોએ આવા રાષ્ટ્ર પે્રમી કાર્યક્રમને સફળ બનાવવા પોતાની પ્રત્યેક્ષ હાજરીથી સમગ્ર કાર્યક્રમને અભુતપૂર્વ સફળતા અપાવી તે બદલ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીકભાઈ વેકરીયા તેમજ તેમની ટીમ ખૂબ ખૂબ આભાર વ્યકત કરે છે.

Related Posts