સંભવતઃ ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે અમરેલી વહીવટી તંત્ર દ્વારા ૨૦૮૦ લિટરની ક્ષમતા ધરાવતી ૧૦ ડ્યુરા ઓક્સિજન ટેન્કની વ્યવસ્થા કરાઈ
હાલ કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણની પ્રવર્તમાન પરિસ્થિતિ ઉપરાંત કોરોનાની સંભવત: આગામી ત્રીજી લહેરને લક્ષમાં રાખીને અમરેલી જિલ્લામાં ઉપલબ્ધ આરોગ્યલક્ષી સુવિધાઓમાં ઉત્તરોત્તર વધારો થાય તેવા હેતુથી અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૦૮૦ લિટરની ક્ષમતા ધરાવતી ૧૦ લિક્વિડ મેડિકલ ઓક્સિજન સ્ટોરેજ ડ્યુરા ટેન્કની વ્યવસ્થા કરવામાં આવી છે જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ૧૦ ટેન્ક પૈકી જે જે તાલુકા કે જે જે હોસ્પિટલને વધુ જરૂર હશે તે મુજબ આ ટેન્ક મોકલી કાર્યરત કરવામાં આવનાર છે.આ ઉપરાંત આવનારા દિવસોમાં અમરેલી જિલ્લો ઓક્સિજનની બાબતમાં આત્મનિર્ભર બને તે માટે વધુ ટેન્ક ખરીદવાની પ્રક્રિયા પણ હાલ શરૂ છે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ૨૦૮ લીટરની એક ટેન્ક એવી કુલ ૧૦ ટેન્ક આવતા કુલ ૨૦૮૦ લીટર ઓક્સિજનનું સ્ટોરેજ થતા જિલ્લાને મોટો ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે આ ટેન્કની મદદથી ઓકિસજનની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી જે દર્દીઓને મોટા સેન્ટરોએ ખસેડવામાં આવતા હતા તે હવે ખસેડવાની જરૂર રહેશે નહી અને જે તે વિસ્તારના દર્દીઓની સારવાર જે તે તાલુકાકક્ષાએ જ થઇ જશે
Recent Comments