fbpx
રાષ્ટ્રીય

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની પ્રથમ મહિલા કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોજ નિવૃત્ત થયા

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની પ્રથમ મહિલા કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોજ નિવૃત્ત થયા છે, તેઓ ૨ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ ન્યૂયોર્કમાં ભારતની કાયમી પ્રતિનિધિ બન્યા હતા. તેઓ ૩૫ વર્ષની સેવા બાદ નિવૃત્ત થયા છે. આ સમયગાળા દરમિયાન તેમણે ભૂટાન, દક્ષિણ આફ્રિકા અને યુનેસ્કોમાં ભારતીય રાજદૂત તરીકે કામ કર્યું હતું. કંબોજ ૧૯૮૭ બેચના આઈએફએસ અધિકારી છે. “અસાધારણ વર્ષો અને અવિસ્મરણીય અનુભવો માટે ભારતનો આભાર,” તેમણે શનિવારે સોશિયલ મીડિયા પર લખ્યું, છેલ્લા બે વર્ષમાં, રશિયા-યુક્રેન અને ઇઝરાયેલ-હમાસ યુદ્ધ દરમિયાન, કંબોજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ચર્ચામાં ભારતનું નેતૃત્વ કર્યું.

૨ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ, તે ન્યૂયોર્કમાં ભારતની કાયમી પ્રતિનિધિ બન્યા હતા. કંબોજ હિન્દી, અંગ્રેજી અને ફ્રેન્ચ એમ ત્રણ ભાષાઓના જાણકાર છે. તેમણે ૧૯૮૯ થી ૧૯૯૧ દરમિયાન ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસમાં ત્રીજા સચિવ તરીકે રાજદ્વારી કારકિર્દીની શરૂઆત કરી હતી. ભારતીય મિશનની વેબસાઇટ અનુસાર, ૨૦૦૨ થી ૨૦૦૫ સુધી તે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનમાં કાઉન્સેલર હતી, જ્યાં તેણે યુએન પીસકીપિંગ મિશન, યુએન સિક્યુરિટી કાઉન્સિલ રિફોર્મ્સ, મધ્ય પૂર્વ કટોકટી, વગેરેમાં કામ કર્યુ છે.

મે ૨૦૧૪ માં, વિદેશ મંત્રાલયે તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં કાર્ય કરવા માટે વિશેષ સોંપણી પર દિલ્હી બોલાવ્યા હતા. ફેબ્રુઆરી ૨૦૧૯ માં તેણીએ ભારતીય રાજદૂત તરીકે ભૂટાનની મુલાકાત લીધી અને તેમના કાર્યકાળ દરમિયાન ઘણી મહત્વપૂર્ણ પહેલ કરી. તે જુલાઈ ૨૦૧૭ થી ૨૦૧૯ ની શરૂઆત સુધી દક્ષિણ આફ્રિકામાં ભારતના હાઈ કમિશનર પણ હતા, તેમજ કિંગડમ ઓફ લેસોથોમાં માન્યતા પ્રાપ્ત કરી હતી.

તેમના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેમણે દિવાકર કંબોજ સાથે લગ્ન કર્યા છે અને તેને એક પુત્રી છે. તેમના સ્વર્ગસ્થ પિતા ભારતીય સેનામાં અધિકારી હતા અને તેમની માતા દિલ્હી યુનિવર્સિટીમાં સંસ્કૃતના પ્રોફેસર હતા. રુચિરા કંબોજે ચાર દાયકાની શાનદાર કારકિર્દી બાદ તાજેતરમાં નિવૃત્તિ લીધી છે. ભારતીય વિદેશ સેવામાં તેમના યોગદાન અને તેમની સેવાઓની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રમાં તેમના શક્તિશાળી ભાષણો અને ભારતના હેતુની સશક્ત રજૂઆત માટે જાણીતા છે.

Follow Me:

Related Posts