સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ હાફિઝ સઈદના બનેવી મક્કીને વૈશ્વિક આતંકી જાહેર કર્યો
પાકિસ્તાનના ખતરનાક આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (ેંદ્ગજીઝ્ર) દ્વારા વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં મૂકવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી છદ્ગૈંના રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે જૂનમાં ચીને પ્રસ્તાવ પર રોક લગાવ્યા બાદ ભારતને આ મોટી સફળતા મળી છે. સંયુક્ત રાષ્ટ્રએ પોતાના નિવેદનમાં કહ્યું કે ૧૬ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ સુરક્ષા પરિષદની સમિતિએ ૈંજીૈંન્ (ડ્ઢટ્ઠ’ીજર), અલ-કાયદા અને એસોસિએટેડ પર્સન્સ સંબંધિત ઠરાવ ૧૨૬૭ (૧૯૯૯), ૧૯૮૯ (૨૦૧૧) અને ૨૨૫૩ (૨૦૧૫) મુજબ આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં મૂકવામાં આવ્યો છે. મક્કી એક ભયાનક આતંકવાદી તરીકે ઓળખાય છે, જે ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં નાણાં એકત્ર કરવા, ભરતી કરવા અને હુમલાની યોજના બનાવવા માટે યુવાનોને કટ્ટરપંથી બનાવવાના મિશન પર કામ કરી રહ્યો છે. મક્કીને ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા પહેલેથી જ આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે.
ઉપરાંત, મક્કી લશ્કર-એ-તૈયબા (ન્ી્)ના વડા અને ૨૬/૧૧ના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો સાળો છે અને આતંકવાદી સંગઠનમાં વિવિધ વરિષ્ઠ ભૂમિકાઓમાં કામ કરી રહ્યો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, ૨૦૨૦ માં પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે મક્કીને આતંકવાદ ભંડોળના કેસમાં દોષી ઠેરવ્યો હતો અને તેને જેલની સજા સંભળાવી હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ચીન પાકિસ્તાનથી આવી રહેલા આતંકવાદીઓ વિરુદ્ધ આવી રહેલા પ્રસ્તાવો પર રોક લગાવી રહ્યું છે. યુએન સિક્યુરિટી કાઉન્સિલની ૧૨૬૭ અલ-કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ મક્કીને સૂચિબદ્ધ કરવા માટે ભારત અને યુએસ દ્વારા સંયુક્ત પ્રસ્તાવને ગયા વર્ષે જૂનમાં છેલ્લી ઘડીએ ચીન દ્વારા અવરોધિત કરવામાં આવ્યો હતો. ચીન દરેક વખતે અવરોધ ઊભો કરતું હતું, પરંતુ આ વખતે તેણે એવું કર્યું નથી. જાે કે આ વખતે મક્કીને આતંકવાદી યાદીમાં સામેલ કર્યા બાદ તેને ભારતની મોટી જીત માનવામાં આવી રહી છે.
Recent Comments