ગુજરાત

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભુજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી, સૈનિકોને પ્રોત્સાહિત કર્યા

આતંકવાદ સામે ભારતની લડાઈ હવે રાષ્ટ્રીય સંરક્ષણ સિદ્ધાંતનો ભાગ છે, અમે આ હાઇબ્રિડ અને પ્રોક્સી યુદ્ધને જડમૂળથી ઉખાડી નાખીશું: સંરક્ષણ પ્રધાન

ગુજરાતના ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે વાયુસેનાના સૈનિકોને સંબોધતા સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, “આતંકવાદ સામે ભારતની લડાઈ ફક્ત સુરક્ષાનો વિષય નથી, તે હવે રાષ્ટ્રીય સંરક્ષણ સિદ્ધાંતનો એક ભાગ બની ગઈ છે અને અમે આ હાઇબ્રિડ અને પ્રોક્સી યુદ્ધને જડમૂળથી ઉખાડી નાખીશું.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન યુદ્ધવિરામનો અર્થ એ છે કે ભારતે પાકિસ્તાનને તેના વર્તનના આધારે પ્રોબેશન પર રાખ્યું છે. જાે વર્તન સુધરે તો તે ઠીક છે; પરંતુ જાે કોઈ ખલેલ થશે તો સૌથી કડક સજા આપવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
સંરક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરી કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. તેમણે કહ્યું, “અમારી કાર્યવાહી ફક્ત એક ટ્રેલર હતી, જાે જરૂર પડશે તો અમે સંપૂર્ણ ચિત્ર બતાવીશું. ‘આતંકવાદ પર હુમલો કરવો અને તેને ખતમ કરવો‘ એ નવા ભારતનો નવો સામાન્ય નિયમ છે.”
શ્રી રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાને ભારત દ્વારા નાશ પામેલા તેના આતંકવાદી માળખાને ફરીથી બનાવવાનું શરૂ કરી દીધું છે. તેમણે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (ૈંસ્હ્લ)ને ઇસ્લામાબાદને આપવામાં આવેલી ઇં૧ બિલિયનની સહાય પર પુનર્વિચાર કરવા અને ભવિષ્યમાં કોઈ સહાય ન આપવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે, “પાકિસ્તાન તેના નાગરિકો પાસેથી એકત્રિત કરાયેલા કરનો ઉપયોગ જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનના વડા મસૂદ અઝહરને લગભગ ૧૪ કરોડ રૂપિયા આપવા માટે કરશે, ભલે તે યુએન દ્વારા ઘોષિત કરેલો આતંકવાદી હોય. પાકિસ્તાન સરકારે મુરીદકે અને બહાવલપુર સ્થિત લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી માળખાને ફરી સક્રિય કરવા માટે નાણાકીય સહાયની પણ જાહેરાત કરી છે. ચોક્કસ, ૈંસ્હ્લની એક અબજ ડોલરની સહાયનો મોટો ભાગ આતંકવાદી માળખાને ભંડોળ પૂરું પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. શું આને આંતરરાષ્ટ્રીય સંગઠન ૈંસ્હ્લ દ્વારા પરોક્ષ ભંડોળ ગણવામાં આવશે? પાકિસ્તાનને આપવામાં આવતી કોઈપણ નાણાકીય સહાય આતંકવાદ ભંડોળ કરતાં ઓછી નથી. ભારત દ્વારા ૈંસ્હ્લ ને આપવામાં આવેલા ભંડોળનો ઉપયોગ પાકિસ્તાન અથવા અન્ય કોઈપણ દેશમાં આતંકવાદી માળખા બનાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થવો જાેઈએ નહીં.”
સંરક્ષણ મંત્રીએ ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેના (ૈંછહ્લ) દ્વારા ભજવવામાં આવેલી અસરકારક ભૂમિકાની પ્રશંસા કરી, જેની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે. માત્ર ૨૩ મિનિટમાં પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓનો નાશ કરવા બદલ વાયુસેનાના બહાદુરોની પ્રશંસા કરતા તેમણે કહ્યું, “જ્યારે દુશ્મનના પ્રદેશમાં મિસાઇલો છોડવામાં આવી, ત્યારે દુનિયાએ ભારતની વીરતા અને બહાદુરીનો પડઘો સાંભળ્યો.” તેમણે કહ્યું કે આતંકવાદ સામેની આ કાર્યવાહી ભારતીય વાયુસેના દ્વારા ચલાવવામાં આવી હતી અને આ કાર્યવાહી દરમિયાન તેણે માત્ર દુશ્મનોને હરાવ્યા જ નથી, પરંતુ તેમનો નાશ પણ કર્યો છે.
શ્રી રાજનાથ સિંહે ભાર મૂક્યો હતો કે, ભારતના લડાકુ વિમાનો સરહદ પાર કર્યા વિના પાકિસ્તાનના દરેક ખૂણા પર હુમલો કરવા સક્ષમ છે. તેમણે કહ્યું, “દુનિયાએ જાેયું છે કે ભારતીય વાયુસેનાએ આતંકવાદી છાવણીઓ અને પછી પાકિસ્તાનના એરબેઝનો નાશ કેવી રીતે કર્યો. ભારતીય વાયુસેનાએ સાબિત કર્યું કે ભારતની યુદ્ધ નીતિ અને ટેકનોલોજી બદલાઈ ગઈ છે. તેમણે એક નવા ભારતનો સંદેશ આપ્યો કે આપણે ફક્ત વિદેશથી આયાત કરાયેલા શસ્ત્રો અને પ્લેટફોર્મ પર ર્નિભર નથી, પરંતુ ભારતમાં ઉત્પાદિત ઉપકરણો આપણી લશ્કરી શક્તિનો ભાગ બની ગયા છે.
ભારતમાં ઉત્પાદિત શસ્ત્રો પણ અભેદ્ય છે.” સંરક્ષણ મંત્રીએ કહ્યું કે પાકિસ્તાને પોતે ‘બ્રહ્મોસ‘ મિસાઇલની શક્તિનો સ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું કે આ મેડ ઇન ઇન્ડિયા મિસાઇલે રાત્રિના અંધારામાં પાકિસ્તાનને દિવસનો પ્રકાશ બતાવ્યો, અને ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીની પણ પ્રશંસા કરી જેમાં આકાશ અને ડ્ઢઇર્ડ્ઢં દ્વારા બનાવેલ અન્ય રડાર સિસ્ટમોએ જબરદસ્ત ભૂમિકા ભજવી છે.

Related Posts