અમરેલી

સંવેદન ગૃપ દ્વારા અમરેલી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

કોરોનાના કપરાં કાળમાં લોહીની અછતને કારણે અમરેલી જીલ્લાના 175થી વધુ થેલેસેમીયા ગ્રસ્ત માસૂમ બાળકો, પ્રસુતા મહિલાઓ, અકસ્માતનો ભોગ બનેલાં તેમજ લોહીની ઉણપવાળા દર્દીઓ ખૂબ હેરાન છે, આવી પરિસ્થિતિમાં મૂરઝાતી માનવ જીંદગીને બચાવવા હેતુ શ્રીમતિ શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલીના ઉપક્રમે સંવેદન ગૃપ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.  

માનવ સેવા અને રાષ્ટ્ર ધર્મને વરેલ સંસ્થા સંવેદન ગૃપ દ્વારા કોરોના મહામારી અંતર્ગત ગત વર્ષે લોકડાઉનમાં પણ લોહીના જરૂરિયાતમંદ દર્દીઓ માટે ૩ રક્તદાન શિબિર કરવામાં આવેલ… તા.૧લી મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે શશાંક મહાજન પાર્ટી પ્લોટમાં અમરેલીના સેવાભાવી રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી અનોખી ઉજવણી કરી હતી. 

આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી સાથે પ્રોજેક્ટ ચેરમેન ધર્મેશ વંડ્રા, હર્ષદ જોષી, ચેતન ચૌહાણ તેમજ અશોક પાટણવાલા, દિલીપ રંગપરા, ભરત ચાવડા, ધર્મેન્દ્ર લલાડિયા, નૈષધ ચૌહાણ, પરેશ ધોળકિયા, વિપુલ ચરણદાસ, હિતેન ડોડિયાએ જહેમત ઉઠાવી હતી તેમ સંસ્થાના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું છે.

Related Posts