fbpx
અમરેલી

સંવેદન ગૃપ દ્વારા સવિલ હોસ્પિટલથી ચક્ષુદાન લેવાયું

અમરેલી નજીક આવેલા ઈશ્વરિયા (મહાદેવ) નિવાસી શૈલેષભાઈ મનુભાઈ વામજા (ઉં.વ.૪૪)નું તા.૧૩-૦૫-૨૦૨૨ શુક્રવારના રોજ અવસાન થતાં સ્વર્ગસ્થની અંતિમ ઈચ્છા મુજબ તેમનાં ભાઈઓ જગદીશભાઈ તથા નરેશભાઈ દ્વારા નેત્રદાન કરવામાં આવેલ. આ ચક્ષુદાન સ્વીકારવા માટે સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી સાથે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ, મોહસીન બેલીમ તેમજ મૌલિક ચોવટિયાએ સેવા આપી હતી. ચક્ષુદાન સમયે વામજા પરિવારના  રજનીભાઈ, વિપુલભાઈ, હર્ષ ઉપસ્થિત રહ્યાં હતાં. ચક્ષુદાન થકી બે અંધજનોના જીવનમાં રોશની લાવવા નિમિત્ત બનેલાં વામજા પરિવારે સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્યું છે, આ સાથે સંવેદન ગૃપ દ્વારા ૮૯મું નેત્રદાન લેવામાં આવ્યું એમ સંસ્થાના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું છે.

Follow Me:

Related Posts