અમરેલી

‎સંવેદન ગૃપ દ્વારા ૧૦૩મું ચક્ષુદાન લેવાયું સારહિ યુથ ક્લબ ઓફ અમરેલીનાં પ્રમુખ મૂકેશ સંઘાણીના સસરાનું આઈ ડોનેશન – બોડી ડોનેશન

અમરેલીના ચિતલ રોડ પર વસતાં પટેલ ઓટો એડવાઈઝર વાળા બાબુભાઈ નાગજીભાઈ પટેલ (ઉં.વ.૭૮)નું તા.૪-૯-૨૦૨૪ બુધવારના રોજ અવસાન થતાં તેમનાં પૂત્ર સમીર બાબુભાઈ પટેલ, પૂત્રીઓ સેજલબેન તથા શ્વેતાબેન દ્વારા ચક્ષુદાન તેમજ દેહદાનનો નિર્ણય કરવામાં આવ્યો, આ માટે તેમણે પૂર્વ નગરસેવક ડૉ. ચંદ્રેશ ખૂંટના માધ્યમથી ચક્ષુદાન ક્ષેત્રે સેવારત સંસ્થા સંવેદન ગૃપનો સંપર્ક કરી ચક્ષુદાન લેવા જણાવેલ. આ નેત્રદાન સ્વીકારવા માટે સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી સાથે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલ વ્યાસ તથા દર્શન પંડ્યાએ સેવા આપી હતી, સેવાભાવી પટેલ પરિવારે કરેલ યોગ્ય નિર્ણય બે અંધજનોના જીવનમાં રોશની લાવશે તેમજ  મૃત્યુ બાદ નેત્રદાન માટે સમાજમાં પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્યું છે તેમ સંસ્થાના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું છે. 

Follow Me:

Related Posts