સંવેદન ગૃપ દ્વારા ૯૧મું ચક્ષુદાન ચક્ષુદાન દામનગર ના રાભડા ગામે થી લેવાયું
દામનગર લાઠી તાલુકાના રાભડા ગામે વસતાં બાબુભાઈ પરમાર (શિક્ષક, દામનગર) તથા મોહનભાઈ પરમારના પિતાજી કરમશીભાઈ લાલાભાઈ પરમાર (ઉં.વ. ૮૦)નું તા.૧૦/૦૮/૨૦૨૨ બુધવારના રોજ અવસાન થતાં તેમનાં સંતાનો દ્વારા નેત્રદાનનો નિર્ણય કર્યો અને તેઓએ એઈમ્સ હોસ્પિટલના ડૉ. કેયુર કોડિયા તથા ડૉ. ધવલ જોષીના માધ્યમથી ચક્ષુદાન માટે કાર્યરત સંસ્થા સંવેદન ગૃપનો સંપર્ક કર્યો હતો. ચક્ષુદાન સ્વીકારવા માટે સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી સાથે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ, દર્શન પંડ્યા તથા રવિ સોરઠિયાએ સેવા આપી હતી. દુ:ખના સમયે માનવતા મહેકાવતા ચક્ષુદાન થકી બે અંધજનોના જીવનમાં રોશની લાવવા નિમિત્ત બનેલાં પરમાર પરિવારે પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્યું હતું, આ સાથે સંવેદન ગૃપ દ્વારા ૯૧મું નેત્રદાન લેવામાં આવ્યું એમ સંસ્થાના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું છે.
Recent Comments