fbpx
રાષ્ટ્રીય

સંસદના નીચલા ગૃહ લોકસભાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સંસદના નીચલા ગૃહ લોકસભાને સંબોધિત કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ગૃહને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ લોકસભામાં કોંગ્રેસ અને પર આકરા પ્રહારો કર્યા. તો ઁસ્એ એમ પણ કહ્યું કે ભારત અમારા ત્રીજા કાર્યકાળમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને આ મોદીની ગેરંટી છે. પીએમ મોદીએ કહ્યું કે આખો દેશ કહી રહ્યો છે કે આ વખતે ૪૦૦ને પાર કરશે,

ખડગેજી પણ કહી રહ્યા છે કે તે ૪૦૦ને પાર કરશે. દેશનો મૂડ જ એવો છે કે જનતા આ વખતે ભાજપને ૩૭૦ બેઠકો તો દ્ગડ્ઢછને ૪૦૦ને પાર જ કરાવીને રહેશે. પીએમે કહ્યું કે ગત વખત કરતા ૧૦૦-૧૨૫ વધુ સીટો વધુ મળશે. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષ લાંબા સમય સુધી વિપક્ષ જ રહેશે. કોંગ્રેસ ઘણા દાયકાઓ સુધી વિપક્ષમાં રહેશે. વિપક્ષના ઘણા લોકોએ પણ ચૂંટણી લડવાની હિંમત ગુમાવી દીધી છે. ઘણા લોકો પોતાની સીટ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણા લોકો લોકસભાને બદલે રાજ્યસભામાં જવા માંગે છે. વિપક્ષના ઘણા લોકો લોકસભાની ચૂંટણી લડવા માંગતા નથી.

Follow Me:

Related Posts