fbpx
રાષ્ટ્રીય

સંસદમાં ઉપરાષ્ટ્રપતિ સહિત ૮૭૫ કર્મચારીઓ કોરોના સંક્રમિત

સંસદનું બજેટ સત્ર ૩૧ જાન્યુઆરીથી શરૂ થશે જ્યારે રાષ્ટ્રપતિ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે અને ૮ એપ્રિલે સમાપ્ત થશે. કેન્દ્રીય બજેટ ૧ ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો ૧૧ ફેબ્રુઆરી સુધી ચાલશે. આ પછી, એક મહિનાની રજા પછી, સત્રનો બીજાે તબક્કો ૧૪ માર્ચથી શરૂ થશે અને ૮ એપ્રિલ સુધી ચાલશે.કોવિડ સંબંધિત પ્રોટોકોલને અનુસરીને સત્ર હાથ ધરવામાં આવશે.

તેમણે માહિતી આપી કે કોવિડના કેસમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી એકસાથે ચાલશે કે અલગ-અલગ પાળીમાં, તે નક્કી કરવાનું બાકી છે. રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ પણ કોવિડ-૧૯થી સંક્રમિત થયા છે. તેમને બીજી વખત કોવિડ-૧૯નો ચેપ લાગ્યો છે. ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે ટિ્‌વટ કર્યું, ‘ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ આજે કોવિડ-૧૯થી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે, તેઓ હાલ હૈદરાબાદમાં છે. તેણે એક અઠવાડિયા માટે આઈસોલેશનમાં રહેવાનો ર્નિણય લીધો છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવા અને સેલ્ફ-આઈસોલેટ થવાની સલાહ આપી છે.તે બુધવારે ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લે તેવી શક્યતા નથી. વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટ પહેલા સંસદમાં ૮૭૫ કર્મચારીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે. સંસદ સચિવાલયે માહિતી આપી હતી કે ૩૧ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્ર પહેલા રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ તેમજ ગૃહના ૮૭૫ કર્મચારીઓ કોવિડ-૧૯થી સંક્રમિત જાેવા મળ્યા છે.

આ આંકડો મહામારીની ત્રીજી લહેર શરૂ થયા બાદ ૨૦ જાન્યુઆરી સુધી કરવામાં આવેલા ટેસ્ટના છે. સત્ર ૩૧ જાન્યુઆરીથી શરૂ થવાનું છે અને તેનો પ્રથમ તબક્કો ૧૧ ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. સંસદમાં ત્રીજી લહેર શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ૨,૮૪૭ તપાસ કરવામાં આવી છે અને તેમાંથી ૮૭૫ લોકોના તપાસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સંસદ સચિવાલયે કહ્યું કે રાજ્યસભા સચિવાલય દ્વારા કુલ પરીક્ષણોમાંથી ૯૧૫ પરીક્ષણો કરવામાં આવ્યા હતા અને ૨૭૧ નમૂનાઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

Follow Me:

Related Posts