fbpx
ગુજરાત

સંસ્કાર ભારતી કોલેજની વિદ્યાર્થીનીઓ મહિલાઓ માટે મહારાષ્ટ્રીયન રંગોળી વર્કશોપ નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે યોજાયો

પોરબંદર સંસ્કાર ભારતી પોરબંદર જિલ્લા દ્વારા કોલેજની વિદ્યાર્થીનીઓ તથા મહિલાઓ માટે એક મહારાષ્ટ્રીયન રંગોળી વર્કશોપ પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવેલ.આ વર્કશોપ તજજ્ઞ નીકિતા દાસાણી દ્વારા ૭૨ જેટલા તાલીમાર્થીઓને નિશુલ્ક માર્ગદર્શન આપવામાં આવેલ તેના સમાપન સમારોહમાં તારીખ ૦૮/૧૦/૨૩ ના રોજ રંગોળી સ્પર્ધાનું આયોજન તથા પારિ  તોષિક સમારોહમાં પોરબંદર કલેક્ટર શ્રી કે.ડી.લાખાણી સાહેબ,પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા, ડો. ડિમ્પલબેન મોઢા હેલ્થ ઓફિસર, નિર્ણયશ્રી હીનાબેન ગજ્જર ઉપસ્થિત રહી

વિજેતાઓને તથા ભાગ લેનારને સૌને પ્રોત્સાહિત કરેલ આ સ્પર્ધામાં પ્રથમ વિજેતા નીતા મસાણી કોટીયા,દ્વિતીય વિજેતા શીતલ એસ.જોશી, તૃતીય વિજેતા પૂજા કે. જોશી, તૃતીય વિજેતા મીરલ કોટિયાને પારિતોષિક અર્પણ કરવામાં આવેલ તથા તમામને સર્ટિફિકેટ આપવામાં આવેલ.પ્રાસંગિક સંસ્થાના અધ્યક્ષ ડો.સનતભાઈ જોશી તથા સંસ્થાનું ધ્યેગીત સિંગર પ્રણય રાવલ દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કો ઓર્ડીનેટર ધારા જોશીએ જહેમત ઉઠાવેલ આ પ્રસંગે ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ પોરબંદરના પ્રેસિડેન્ટ બલરાજ પાડલીયા, કમલ ગોસ્વામી, દિનેશ પોરિયા, શૈલેષ પરમાર, કરશનભાઈ ઓડેદરા, સમીર ઓડેદરા, ક્રિષ્ના ટોડરમલ તથા પથ દર્શકશ્રી હિતેશભાઈ દાસાણી અને રાણાભાઇ સીડા ખાસ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન શ્રી જય પંડ્યા તથા ચંદ્રેશ કિશોર દ્વારા કરવામાં આવેલ તાલીમાર્થી શિલ્પાબેન કકકડે દિવસ પાંચ દરમિયાનનો પોતાનો અનુભવ કથન રજૂ કરેલ.

Follow Me:

Related Posts