fbpx
સૌરાષ્ટ - કચ્છ

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુ એક સિંહબાળનો જન્મ

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યું હતું કે, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સાસણની સિંહણ અને લીલીયાના સિંહના ઘરે પ્રથમ વખત પારણું બંધાયું છે. આ સિંહ યુગલે તંદુરસ્ત સિંહ બાળને જન્મ આપ્યો છે. હાલ સિંહબાળ અને તેની માતાની તબિયત સારી છે અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનો વેટરનરી સ્ટાફ સતત મોનીટરીંગ કરી રહ્યો છે. દરમિયાન સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એક વર્ષમાં જન્મેલા સિંહ બાળની સંખ્યા ૧૯ એ પહોંચી છે.જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુ એક સિંહ બાળનો જન્મ થયો છે. આ સાથે આ વર્ષ દરમિયાન જન્મેલા સિંહ બાળની સંખ્યા ૧૯ એ પહોંચી છે.

Follow Me:

Related Posts