fbpx
ગુજરાત

સગીરાને યુવકે પ્રેમજાળમાં ફસાવી અવાર-નવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી તરછોડી

સુરત શહેરમાં ફરી એકવાર ફિલ્મોની કહાણી જેવો ‘લવ સેક્સ ઓર ધોખા’નો કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક યુવકે પોતાના વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. પ્રેમ પાંગર્યા બાદ તેણે સગીરાને લગ્નની લાલચ આપી તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. લગ્નની લાલચે અવારનવાર શરીર સુખ માણ્યું જેના કારણે સગીરાને ગર્ભ રહી ગયો હતો. આ બાબતે સગીરાને જાણ થતા તેણે પ્રેમીને જણાવ્યું હતું. જાેકે, ફક્ત હવસ સંતોષવા માટે શરીર સુખ માણવા સંબંધ કેળવનાર યુવકે સગીરાને તરછોડી દીધી હતી. સગીરા માટે કોઈ રસ્તો ન બચતા અંતે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગતો એવી છે કે સુરતમાં છેલ્લા કેટલાક સમયથી મહિલા અત્યાચાર અને તેમાં પણ મહિલાનાં શારીરિક શોષણની ફરિયાદ સતત સામે આવી રહી છે. તેમાં પણ સગીરાઓને લગ્નની લાલચ આપીને પ્રેમ જાળમાં ફસાવીને ગર્ભવતી બનાવી તરછોડી દેવાની સતત ફરિયાદ સામે આવી રહી છે.

ત્યારે વધુ એક ફરિયાદ સુરતના પાંડેસરા પોલીસ મથકમાં સામે આવી છે. સુરતના પાંડેસરા ખાતે રહેતી ૧૭ વર્ષની સગીરાને ઘર નજીક રહેતા નિખિલ ઓમપ્રકાશ શર્મા નામના યુવાન સાથે આંખ મળી જતા બંનેવ વચ્ચે પ્રેમ સબધ બંધાયો હતો.

આરોપી અને સગીરાના પરિવાર વચ્ચે પારિવારીક સંબંધો હતા. જાેકે પહેલાં ફોન પર વાત કરતા કરતાં તેમની વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો. જાેકે આ યુવાને સગીરાને લગ્નનની લાલચ આપીને તેની સાથે છ મહિનામાં અવારનવાર શારીરીક સંબંધો બાંધ્યા હતા. જાેકે આ સંબંધને લઈને સગીરા ગર્ભવતી બની હતી.

સગીરાએ સમગ્ર ઘટના પ્રેમી નિખિલને કહેતા અને લગ્ન કરવા માટે દબાણ શરૂ કર્યુ હતું. જેને લઈને યુવાને આ સગીરાને તરછોડી દીધી હતી. જેને લઈને સગીરા તેની સાથે બનેલી સમગ્ર ઘટના પરિવારન કહેતા પરિવારે આ મામલે સગીરા સાથે સુરતના પાંડેસરા પોલીસ મથકે દોડી જઈને આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી.

Follow Me:

Related Posts