fbpx
ભાવનગર

સણોસરાના યુવા કાર્યકર્તાએ જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજી

સણોસરા ગામના યુવા કાર્યકર્તા રામદેવસિંહ ગોહિલે પોતાના 44માં જન્મદિવસ નિમિત્તે મોજશોખ ઉજાણીના બદલે માનવસેવાનું કાર્ય રક્તદાન શિબિર યોજી હતી. 
બાંભણિયા બ્લડ બેન્ક ભાવનગરના પ્રભુભાઈ બાંભણિયાના સંકલન સાથે આ રક્તદાન શિબિરમાં અગ્રણીઓ ગોકુળભાઈ આલ, દિલીપસિંહ ગોહિલ, કુરજીભાઈ મકવાણા, ઘનશ્યામસિંહ ગોહિલ, રાજુભાઈ જાની વગેરેની ઉપસ્થિતિ સાથે શુભેચ્છકો મિત્રોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
કાર્યકર્તા રામદેવસિંહ ગોહિલનો જન્મદિવસ 14 તારીખ હોઈ એ અગાઉ આજે 10 તારીખ રવિવારે રક્તદાન શિબિર યોજાયેલ.

Follow Me:

Related Posts