સણોસરાને સુંદર અને સ્વચ્છ બનાવવાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તેમની ગ્રાન્ટમાંથી ડસ્ટબીન આપશે
વંદે ગુજરાત યાત્રાને સણોસરા ખાતે ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો. વરસાદના અમી છાંટડાં વચ્ચે આ યાત્રા ભાવનગરના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરી રહી છે. તે અંતર્ગત આ યાત્રા આજે સણોસરા ખાતે આવી પહોંચી હતી. જ્યાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ૨૦ વર્ષમાં જે વિકાસ કર્યો તે અદભૂત છે.રાજ્ય સરકાર પણ તેમાં ખભેખભો મીલાવીને કાર્ય કરી રહ્યું છે. ઘણું કાર્ય કર્યું છે અને ઘણાં કાર્ય કરવાના બાકી છે. આ ગામના લોકોએ સરકારની યોજનાના ઘણાં લાભ લીધાં છે.
ખેડૂતોને ૨૦ વર્ષે લાઇટના કનેક્શન મળતાં હતાં તે હવે તુરંત મળી જાય છે. સણોસરાને સફાઇ માટે રૂા. ૫ લાખનું ટ્રેક્ટર અને સફાઇના સાધનો આપ્યાં છે. તેમણે પોતાની જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી સણોસરાવાસીઓને કચરો નાંખવાના ડસ્ટબીન આપવાની આ તકે જાહેરાત કરી હતી.
આ અવસરે વિવિધ યોજનાઓના લાભોનું હાથોહાથ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી યાત્રામાં દ્શ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ નિહાળી હતી.
ધારાસભ્યશ્રી ભીખાભાઇ બારૈયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઈ લંગાળીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, તાલુકા પ્રમુખ શ્રીમતી દીપ્તીબેન જસાણી, સરપંચ હીરાભાઈ સાંબડ, કાળુભાઇ, જિલ્લા સદસ્ય કુંવરજીભાઈની વિશેષ ઉપસ્થિતિમાં ભાવસભર આવકાર આપવામાં આવ્યો હતો.
Recent Comments