ભાવનગર

સણોસરામાં બ્રહ્મસમાજ દ્વારા સમૂહ યજ્ઞોપવિત સમારોહ

સણોસરામાં અક્ષય તૃતિયા પર્વે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા શ્રી દાનેવ આશ્રમ ખાતે સમૂહ યજ્ઞોપવીત અને શ્રી પરશુરામ જન્મોત્સવ સમારોહ યોજાઈ ગયો. અહી ૨૧ બટુકો જોડાયા હતા. શ્રી નીરૂબાપુના સહયોગ સાથે સમૂહ યજ્ઞોપવિત પ્રસંગે ધાર્મિક, સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી. આયોજનમાં શ્રી નરેન્દ્રભાઈ ઉપાધ્યાય, શ્રી રાજુભાઈ જાની તથા શ્રી જયેશભાઈ પંડિત સાથે કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

Related Posts