અખાત્રીજ શ્રી પરશુરામ જન્મોત્સવ પ્રસંગે સણોસરામાં બ્રહ્મસમાજ દ્વારા શોભાયાત્રા સાથે ઉજવણી થઈ. શ્રી નીરૂબાપુનાં સાનિધ્ય સાથે યોજાયેલ ધર્મસભામાં અગ્રણીઓએ ઉદ્બોધન આપેલ.સમસ્ત બ્રહ્મસમાજનાં આયોજન સાથે સણોસરામાં ભાવભક્તિ સાથે શ્રી પરશુરામ જન્મોત્સવ પ્રસંગે શ્રી દાનેવ આશ્રમમાં યોજાયેલ ધર્મસભામાં શ્રી નીરૂબાપુએ જેની આંખ ચોખ્ખી હોય તે બ્રાહ્મણ અને સંત કહેવાય તેમ જણાવી ભગવાન શ્રી પરશુરામજી સાથેનાં પ્રસંગોની વાત કરી. અહી આશ્રમ દ્વારા મહા પ્રસાદ લાભ સૌએ લીધો.આ પ્રસંગે બ્રહ્મસમાજ અગ્રણીઓ શ્રી અજયભાઈ શુક્લ, શ્રી દીપકભાઈ જાની, શ્રી મૂકેશકુમાર પંડિત સાથે શ્રી નરેન્દ્રભાઈ ઉપાધ્યાય, શ્રી રાજુભાઈ જાની વગેરે દ્વારા આ પર્વ સંદર્ભે પ્રાસંગિક વાતો કરવામાં આવી.બ્રહ્મસમાજ દ્વારા અખાત્રીજ શ્રી પરશુરામ જન્મોત્સવ પ્રસંગે સણોસરામાં ભાવ અને ઉમંગ સાથે શોભાયાત્રા યોજાઈ હતી.સણોસરા પંથકનાં ગામોનાં બ્રહ્મસમાજ વડીલ શ્રી નરેન્દ્રભાઈ ભટ્ટ સાથે કાર્યકર્તાઓ શ્રી જયેશભાઈ જોષી, શ્રી વિપુલભાઈ મહેતા, શ્રી જયેશભાઈ પંડિત, શ્રી ઘનશ્યામભાઈ દવે, શ્રી યોગેશભાઈ જોષી, શ્રી હિતેશભાઈ પંડ્યા, શ્રી ભાવેશભાઈ પંડ્યા, શ્રી રાજુભાઈ પંડિત, શ્રી રવિભાઈ દવે, શ્રી મૌલીનભાઈ પંડ્યા, શ્રી જીગ્નેશભાઈ વ્યાસ, શ્રી સંજયભાઈ જોષી, શ્રી રાજુભાઈ વ્યાસ, શ્રી ઈશ્વરભાઈ મહેતા, શ્રી વાસુદેવભાઈ પંડિત, શ્રી કિશોરભાઈ ભટ્ટ વગેરેનું સંકલન રહ્યું.
સણોસરામાં બ્રહ્મસમાજ દ્વારા ભાવભક્તિ સાથે ઉજવાયેલ શ્રી પરશુરામ જન્મોત્સવ

Recent Comments