ભાવનગર

સણોસરામાં શનિવારથી શ્રી મોરારિબાપુ રામકથા

સણોસરામાં લોકભારતીનાં આંગણે શનિવારથી લોકાભિમુખ કેળવણીનો સેતુયજ્ઞ રામકથા યોજાશે. શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા સાથે અહી વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સામાજિક ઉપક્રમોનો લાભ મળનાર છે.

ગોહિલવાડની સુપ્રસિદ્ધ અને જિવાતા જીવનના અનુબંધ સાધીને અનુભવ દ્વારા ૭૦ વર્ષથી કેળવણી આપતી તેમજ ગાંધીવિચાર સાથે ગ્રામાભિમુખ ઉચ્ચ શિક્ષણને સમર્પિત અને શ્રી નાનાભાઈ ભટ્ટ, શ્રી મનુભાઈ પંચોળી, શ્રી મૂળશંકર ભટ્ટ અને શ્રી નટવરલાલ બુચની ગ્રામ સમાજ કેળવણીની સાધનાભૂમિ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરાનાં આંગણે આગામી શનિવારથી શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા યોજાનાર છે, જેમાં  મનોરથી શ્રી હર્ષાબા ગોહિલ અને લોકભારતી પરિવાર ભાવ ઉમંગ સાથે તૈયારીમાં રહેલ છે. સંસ્થાના સ્થાપક શ્રી નાનાભાઈ ભટ્ટ પુણ્યતિથિની પૂર્વસંધ્યાએ કથા શુભારંભ થશે જ્યારે  અને લોકભારતીના વાર્ષિકોત્સવ એટલે માગશર વદ બારસની પૂર્વસંધ્યાએ કથાની પૂર્ણાહુતિ થશે. આ સાથે વિવિધ આયોજનો પણ રહેલા છે.

લોકભારતીમાં લોકાભિમુખ કેળવણીનો સેતુયજ્ઞ ઉપક્રમ રામકથા સાથે યોજાયો છે, જેમાં શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સામાજિક ઉપક્રમોનો લાભ પણ મળનાર છે.

રામાયણના શ્રી રામ તથા ખિસકોલી સાથેના સેતુબંધ નિર્માણનાં પ્રસંગ રૂપ પ્રતીક હેતુ સાથે આ સંસ્થાના લાભાર્થે શ્રી મોરારિબાપુ દ્વારા રાજીપા સાથે એક વર્ષ અગાઉ રામગાન કરવા શુભ લાગણી વ્યક્ત કરી આ લાભ આપ્યો છે. આ કથા પર્વ લાભ લેવા સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવેએ કથા મનોરથી શ્રી હર્ષાબા ગોહિલ સાથે લોકભારતી વતી ભાવપૂર્ણ નિમંત્રણ પાઠવ્યું છે. રામકથા પ્રારંભે શનિવાર તા.૪૦ના બપોરે સણોસરા ચોકમાં શ્રી રામદેવજી મંદિરથી પોથીયાત્રા યોજાશે.  કથા મંગલાચરણ સાંજે ૪ વાગે થશે. રવિવાર તા.૩૧થી રવિવાર તા.૭ દરમિયાન કથા સમય સવારના ૧૦થી બપોરનાં ૧-૩૦ વાગ્યાનો રહેશે, જો કે પૂર્ણાહુતિ બપોરે ૧૨ કલાકે થશે. ભાવિક શ્રોતાઓએ કથા મંડપમાં વહેલા સ્થાન લઈ લેવું હિતાવહ રહેશે.

લોકભારતી સંસ્થાના અગ્રણી શ્રી રઘુવીરભાઈ ચૌધરી તથા નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિ, લોકભારતી વિશ્વ વિદ્યાલયના વડા શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી સાથે સમગ્ર સંસ્થા કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ તેમજ આસપાસના આગેવાન ગ્રામજનો દ્વારા ભાવિક શ્રોતાઓ માટે તડામાર તૈયારીમાં રહ્યા છે. તમામ ભાવિકો રસપૂર્વક કથા શ્રવણ સાથે પ્રસાદ લાભ લઈ શકે તે માટે સુચારુ પ્રબંધ રહેલો છે.

Related Posts