ભાવનગર

સણોસરા ખાતે તૃણધાન્ય પરિસંવાદ સાથે વાનગી સ્પર્ધા 

સણોસરા લોકભારતી ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંતર્ગત યોજાયેલ તૃણધાન્ય પરિસંવાદ સાથે સંકલિત બાળવિકાસ યોજના કચેરીના સંકલનથી વાનગી સ્પર્ધા યોજાઈ ગઈ. યોજના અધિકારી શારદાબેન દેસાઈના માર્ગદર્શન સાથે આ વાનગી નિદર્શનમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, લોકભારતીના નિયામક હસમુખભાઈ દેવમુરારીની પ્રેરક ઉપસ્થિતિ રહી. સિહોર કચેરીના હેમાબેન દવે સાથે આંગણવાડી બહેનો દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.

Related Posts