fbpx
ભાવનગર

સણોસરા લોકભારતી દ્વારા આસપાસની શાળાઓમાં વિજ્ઞાન દિવસની ઉજવણી થઈ

લોકભારતી વિજ્ઞાન કેન્દ્ર અને લોકભારતી અધ્યાપન મંદિર સણોસરાના તાલીમાર્થીઓએ વિદ્યાર્થી બાળકો સાથે વિજ્ઞાન દિનની ઉજવણી કરી છે.૨૮મી ફેબ્રઆરી, સી.વી. રામનના જન્મદિવસને સમગ્ર રાષ્ટ્ર વિજ્ઞાન દિન તરીકે ઉજવે છે. આ નિમિત્તે સણોસરા આસપાસની દસ શાળાઓમાં લોકભારતી અધ્યાપન મંદિરના તાલીમાર્થીઓ અને લોકભારતી વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિજ્ઞાનના અવનવા પ્રયોગો, અંધશ્રધ્ધા નિવારણના પ્રયોગો, વૈજ્ઞાનિક રમકડાં અને રમતો દ્વારા આજના દિવસને યાદગાર બનાવ્યો. મૈ ભી વૈજ્ઞાનિક, ગીતો દ્વારા વિજ્ઞાન શિક્ષણને પ્રવૃત્તિ અને મોજીલું બનાવવાના પ્રયત્ન કર્યા. વિજ્ઞાનના અનેક ઉપકાર માનવ જીવન પર રહેલા છે, એ સંદર્ભે વિવિધ શાળાઓની મુલાકાત લઈ પરવાળા પ્રા. શાળા સંમેલનમાં શ્રી અર્ચનાબેનએ પ્રાસંગિક વાત કરી. લોકભારતી અધ્યાપન મંદિરના આચાર્યશ્રી જગદીશગિરિ ગોસાઈ તથા અધ્યાપક શ્રી કવિતાબેન વ્યાસે પ્રાસંગિક રજૂઆત કરી. સહુ ઉત્સાહ પૂર્વક જોડાયા.

Follow Me:

Related Posts