સતત બીજા વર્ષે પણ સંગીત કલા ક્ષેત્રે રાજ્યકક્ષાએ ઝળહળતી સાવરકુંડલા શહેરની જે વી મોદી હાઇસ્કુલ.
તા. ૧૬-૧૨-૨૦૨૩ના રોજ પાટણ ખાતે યોજાયેલ રાજ્ય યુવા મહોત્સવમાં સાવરકુંડલા શહેરની જે. વી. મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થી ગૌસ્વામી મંત્ર કૌશિકગિરીએ લોકવાદ્ય ( ઢોલ ) સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં બીજા નંબરે વિજેતા બની શાળાનું અને સાવરકુંડલા શહેરનું ગૌરવ વધારેલ છે. સંસ્થાના પ્રમુખ ચંદ્રિકાબેન કામદાર , ઉપ પ્રમુખ મુકુંદભાઈ નાગ્રેચા મે. ટ્રસ્ટી જયંતીભાઈ વાટલિયા તેમજ સમગ્ર ટ્રસ્ટી ગણ , શાળાના આચાર્ય આશિષભાઈ જોષી અને શાળા પરિવાર તરફથી સંગીત શિક્ષક સંજયભાઈ મહેતા અને વિદ્યાર્થી મંત્રને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવેલ.
Recent Comments