ગુજરાત

સતલાસણા તાલુકામાં અવેલા રીછડા ગામે બોરનું પાણી ખેતરમાં લેવા મામલે ભત્રીજાએ કાકાને માર માર્યો

સતલાસણા તાલુકામાં અવેલા રીછડા ગામે બોરનું પાણી ખેતરમાં લેવા મામલે ભત્રીજાએ કાકાને અપશબ્દો બોલ્યા હતા. બાદમાં ભત્રીજાએ પોતાના હાથમાં રહેલી લાકડી કાકાના માથા પર મારી ઘાયલ કર્યા હતા. તેમજ મારી નાખવાની ધમકીઓ આપી ભત્રીજાે ફરાર થઇ ગયો હતો. મહેસાણા જિલ્લામાં આવેલા સતલાસણા તાલુકાના રીછડા ગામે રહેતા ૪૦ વર્ષીય ઠાકોર કાંતિજીએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગામમાં તેઓના ત્રણ ભાઈના ભગવો બોર આવેલ છે. જ્યાં ફરિયાદીએ પોતાના ખેતરમાં ઘઉં ઉગાડયા હોવાથી જેમાં પાણી વાળવા માટે બોર ચાલુ કર્યો હતો.

જ્યાં ફરિયાદીનો ભત્રીજાે આવી ફરિયાદી સાથે પાણી છોડવા મામલે માથાકૂટ કરી હતી “તમે કેમ પાણી લીધું? પાણીનો વારો અમારો છે’ કહી ભત્રીજાએ કાકાને ગાળો બોલી માથાકૂટ કરી હતી. સમગ્ર મામલે ફરિયાદી પર તેના જ ભત્રીજા કેતનજીએ પોતાના હાથમાં રહેલી લાકડીઓ માથામાં મારી હતી. ફરિયાદી લોહીલુહાણ બનતા નીચે પટકાયા હતા અને હુમલો કરનાર ભત્રીજાે ત્યાંથી ફરાર થઇ ગયો હતો. સમગ્ર મામલે હાલમાં ઇજા પામેલા ફરિયાદીને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમજ હુમલો કરનાર કેતનજી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Follow Me:

Related Posts