બોલિવૂડના ફેમસ એક્ટર, ડાયરેક્ટર સતીશ કૌશિકના અચાનક દુનિયા છોડી જવાના સમાચારથી લોકો ભાંગી ગયા છે. પરિવાર હોય કે, બોલિવૂડ જગતના લોકો, દરેક જણ તેની વિદાયને લઈને ભાવુક છે. સતીશ કૌશિકનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. વહેલી સવારે મળેલા આ દુખદ સમાચારને કારણે સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સેલેબ્સ સોશિયલ મીડિયા દ્વારા સતીશ કૌશિકને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ફેમસ એક્ટ્રેસ નીના ગુપ્તાએ એક ઈમોશનલ વીડિયો પોસ્ટ કરીને મિત્રના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે. સતીશ કૌશિક આજે દુનિયાને અલવિદા કહી દીધુ છે, જાેકે, તેઓ તેમની પાછળ તેમની ૧૦ વર્ષની પુત્રી અને પત્ની છોડી ગયા. બોલિવૂડ સ્ટાર્સ સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કરી રહ્યા છે.
જેમાં તેની મિત્ર અભિનેત્રી નીના ગુપ્તાએ એક વીડિયો શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, તેઓ આ દુઃખની ઘડીમાં સતીશની પત્ની અને બાળકની સાથે છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે કહ્યું કે, ‘મિત્રો, હું આજે સવારે ખૂબ જ ખરાબ સમાચાર સાથે જાગી છું. આ દુનિયામાં એક જ માણસ હતો, જે મને નેન્સી કહેતો અને હું તેને કૌશિકન કહીને બોલાવતો. જાેકે, દિલ્હીમાં કોલેજના દિવસોથી અમારો બહુ જૂનો નીના ગુપ્તા આગળ કહે છે, ‘નાની છોકરી વંશિકા. તેની પત્ની શશી માટે ખૂબ જ ખરાબ દિવસ છે. હાલ તેમનો ખૂબ જ મુશ્કેલ સમય છે, અને જાે તેને કંઈપણની જરૂર હોય, તો હું હંમેશા તેમની સાથે રહીશ અને હું છું. ભગવાન તેમને હિંમત આપે.
આ વીડિયો શેર કરતાં નીના ગુપ્તાએ કેપ્શનમાં લખ્યું, ‘ગુડ બાય કૌશિકન’. થોડાં વર્ષો પહેલાં પ્રકાશિત થયેલી તેમની આત્મકથા ‘સચ કહું તો’માં, નીના ગુપ્તાએ તેમના મિત્ર સતીશ કૌશિક સાથેની તેમની લાંબી મિત્રતા વિશે વાત કરી છે. આ વાર્તામાં, તેણીએ ખુલાસો કર્યો કે, જ્યારે તે ક્રિકેટર વિવ રિચર્ડ્સના બાળકથી ગર્ભવતી થઈ, ત્યારે કૌશિકે તેણીને તેના ભાવિ બાળકની ચિંતા ન કરવાની સલાહ આપી. સતીષે નીનાને કહ્યું, ‘ચિંતા ન કરો, જાે બાળક શ્યામ રંગ સાથે જન્મે છે, તો તમે એટલું જ કહી શકો છો કે, તે મારું છે અને આપણે લગ્ન કરીશું. કોઈને કંઈપણ શંકા નહી થાય. જાેકે, સતીશ કૌશિકે પણ પોતાના એક ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરી હતી.



















Recent Comments